Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાયું : પાક,રેન્જર્સે ફોન કરીને ગોળીબાર અટકાવવા અપીલ કરી

નવી દિલ્હી :પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરના ઉલ્લંઘનના વખતો વખતના અટકચાળા બાદ ભારતીય જવાનોએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના બંકર નષ્ટ કર્યા હતા ત્યાર બાદ બીએસએફે જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની રેંજર્સે તેમના દ્વારા ચાલુ કરેલી કાર્યવાહીને રોકવાની અપીલ કરી છે બીએસએફની જવાબી કાર્યવાહીમાં સરહદની બીજી બાજુ એક જવાનનું મોત નિપજ્યુ છે જેનાથી ગભરાયેલા પાકિસ્તાની રેંજર્સે આ કાર્યવાહી રોકવા માટે અપીલ કરી છે.

    BSF19 સેકંડનો એક થર્મલ ઈમેજિનરી ફુટેજ પણ જાહેર કર્યો છે. જેમાં ઉસ્કેરણી વગર સરહદની બીજી બાજુથી ગોળીબાર થયા બાદ ભારતે કરેલી જવાબી કાર્યવાહીમાં એક પાકિસ્તાની બંકર ધ્વસ્ત થતુ નજરે પડી રહ્યુ છે. BSFની આ કાર્યવાહીથી પાકિસ્તાનને ઘણુ નુક્શાન થયુ છે.

   BSFના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, '(પાકિસ્તાની) રેંજર્સે જમ્મૂ BSF ફોર્મેશનને આજે ફોન કર્યો અને ગોળીબાર રોકવા માટે અપીલ કરી છે.' એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે 'પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા સીઝફાયરના ઉલંઘન બાદ BSF દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જેને રોકવા માટે પાકિસ્તાને અપીલ કરી છે'.

  અધિકારીએ વધુમાં જણાવ્યુ કે છેલ્લા ત્રણ દિવસોમાં પાકિસ્તાની ઠેકાણાઓ પર BSFના જવાનો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પાકિસ્તાનને ઘણુ નુક્શાન થયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય સરહદે થયેલા ગોળીબારમાં BSFના 2 જવાન સહિત કેટલાક સામાન્ય નાગરીકોના મોત નિપજ્યા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.

(5:40 pm IST)