Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

દિલ્હી સહીત કેટલાય રાજ્યોમાં વાવઝોડા અને વરસાદની આગાહી

વેસ્ટન ડિસ્ટબન્સની અસર જમ્મુ કાશ્મીરથી પૂર્વોત્તર રાજ્યો તરફ સ્થળાંતરીત થવાના કરાણે આસામ સહિત પૂર્વોત્તરના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વાવાઝોડું ફૂંકાવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારારજૂ કરેલા રિપોર્ટમાં વેસ્ટન ડિસ્ટબન્સના કારણે પશ્વિમી અફઘાનિસ્તાન અને આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલા ઓછા દબાણની અસર મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં રહેશે. જેની અસર ઉત્તર પશ્વિમી મધ્ય પ્રદેશ સહિત દક્ષિણ પશ્વિમી રાજસ્થાનથી લઇને પૂર્વી વિદર્ભ સુધી અનેક વિસ્તારોમાં રહેશે. જેના કારણે પશ્વિમી મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્વિમી રાજસ્થાન સહિત પૂર્વ વિદર્ભ વિસ્તારોમાં વાવાઝોડાની આશંકા સેવાઇ રહી છે.

હવામાનની આ પરિસ્થિતિની અસર ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં જોવા મળશે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકોમાં ઝડપી પવન ફૂંકાવાનું અનુમાન છે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણ દ્વિકલ્પ વિસ્તારોમાં બારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

(12:57 pm IST)