Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કોંગ્રેસને માત્ર હોર્સ ટ્રેડિંગ જ નહીં પરંતુ આખે આખો ઘોડાનો તબેલો જ વેચી દીધો છે: અમિતભાઇ શાહ

આ પ્રકારની અપવિત્ર ગઠબંધનવાળી સરકાર વધારે દિવસો નહીં ચાલે

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનવાળી સરકાર વિશે ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે  સવાલના જવાબમાં કે આ પ્રકારની અપવિત્ર ગઠબંધનવાળી સરકાર વધારે દિવસો નહીં ચાલે. ભાજપ હોર્સ ટ્રેડિંગ કરવાની કોશિશ કરી રહી હોવાના આરોપોને પણ અમિત શાહે નકારી કાઢ્યા હતા.

    કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ એક ટીવી કાર્યક્રમમાં અમિતભાઈ શાહે કહ્યું હતું કે ભાજપ કોઇપણ પ્રકારના જોડતોડમાં સામેલ ન્હોતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને માત્ર હોર્સ ટ્રેડિંગ જ નહીં પરંતુ આખે આખો ઘોડાનો તબેલો જ વેચી દીધો છે.

(12:38 pm IST)