Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને યુરોપિયન સંઘે એવોર્ડથી સન્માનિત કર્યા

તેમની ફિલ્મોએ યુરોપીય સિનેમા પ્રેમીઓને ભારતીય સંસ્કૃતિની નજીક લાવવાનું કામ કર્યું.: ઈયુના રાજદૂત કોઝલોવસ્કી

મુંબઈ : બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનને યુરોપીય સંઘે ભારત-યૂરોપના સાંસ્કૃતિક સંબંધોમાં મજબુતી લાવવામાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને સન્માનિત કર્યા છે. 75 વર્ષના અમિતાભ બચ્ચને ટ્વિટર પર પુરસ્કાર સમારોહની તસવીરો શેર કરી અને તેમને આ સન્માન આપવા બદલ યૂરોપીય સંઘ (ઈયુ)ના રાજદૂત તોમાસ્જ કોઝલોવસ્કીનો આભાર વ્યક્ત કર્યો હતો

  અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે ભારત અને યુરોપના મધ્ય સેતુ બનવા બદલ ઈયુ તરફથી મને આ પુરસ્તાર પ્રદાન કરવા માટે ઈયુના રાજદૂત કોઝલોવસ્કીનો આભાર. કોઝલોવસ્કીએ પણ માઈક્રોબ્લોગિંગ સાઈટ પર અભિનેતાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે તેમની ફિલ્મોએ યુરોપીય સિનેમા પ્રેમીઓને ભારતીય સંસ્કૃતિની નજીક લાવવાનું કામ કર્યું.

(12:33 pm IST)