Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કર્ણાટક ભગવો થવાનો નથી રંગીન રહેશે: હવે 56 ઇંચ ભુલી જાઓ 55 કલાક પણ કર્ણાટક સંભાળી શકયા : પ્રકાશરાજનો મોદીને ટોળો

ખેલ શરૂ થતા પહેલા જ પૂરો થઈ ગયો.: બધા લોકો હવે ગંદા રાજકારણ માટે તૈયાર થઈ જાઓ

બેંગ્લુરુ :કર્ણાટકમાં રાજકીય ઉથલ પાથલ બાદ હવે જેડીએસ અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે અભિનેતા પ્રકાશ રાજે ટ્વિટ કરી કે કર્ણાટક ભગવો થવાનો નથી. તે રંગીન રહેશે. ખેલ શરૂ થતા પહેલા જ પૂરો થઈ ગયો. હવે 56 ઈંચ ભૂલી જાઓ. 55 કલાક પણ કર્ણાટક સંભાળી શક્યા નહીં. બધા લોકો હવે ગંદા રાજકારણ માટે તૈયાર થઈ જાઓ.

   પ્રકાશરાજના  આ આકરા કટાક્ષ બાદ ભાજપની પ્રતિક્રિયા  સામે આવી નથી પરંતુ ટ્વિટર પર લોકો રાતાપીળા થઈ ગયાં હતા  લોકોએ પ્રકાશરાજને જબરદસ્ત ટ્રોલ કરવા માંડયો. કોઈ સમગ્ર ભારતનો નકશો પોસ્ટ કરીને તો કોઈએ જોકર કહીને તેને સંબોધ્યો.

(12:49 pm IST)