Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કર્ણાટકમાં બુધવારે કોંગ્રેસના 20 મંત્રીઓ અને JDSના 13 મંત્રીઓ લેશે શપથ

ડે. સીએમ માટે જી.પરમેશ્વરનું નામ આગળ : શિવકુમારને ઉર્જામંત્રાલય : કુમારસ્વામી નાણાખાતું રાખશે

બેંગ્લુરુ :ભાજપના યેદિયુરપ્પાના રાજીનામાં બાદ કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર બનશે કુમાર સ્વામી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે.જયારે 78 સીટ જીતીને બીજા નંબરની પાર્ટી બનેલી કોંગ્રેસના ભાગે ડે.સીએમ પદ રહેશે 

    
જાણવા વિગત મુજબ કુમાર સ્વામી નાણામંત્રાલય રાખી શકે છે. જયારે કોંગ્રેસના ડે.સીએમ સિવાય 20 મંત્રીઓ સરકારમાં હશે.કુમારસ્વામીની સરકારમાં કુલ 33 મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં જેડીએસના 13 મંત્રી બની શકે છે. ડે.સીએમની રેસમાં કોંગ્રેસના જી. પરમેશ્વર સૌથી આગળ છે. તેઓ કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે. જયારે ડી.કે.શિવકુમાર ઉર્જા મંત્રી બની શકે છે.જેઓ સિદ્ધારમૈયાની સરકારમાં ઉર્જામંત્રી હતા. ભાજપની સરકાર તોડી પાડવામાં શિવકુમારની ખાસ ભૂમિકા હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીએ કહ્યું કે, જેડીએસ ગઠબંધન સરકારના શપથ ગ્રહણ હવે 21 મેની જગ્યાએ 23 મેના રોજ કરશે. તેમણે કહ્યું કે, 21 મેના રોજ રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે અને તેવામાં આ દિવસે શપથ લેવા યોગ્ય નથી.

(7:56 pm IST)