Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

પ્રયાગ કુંભના શાહી સ્નાનની તારીખો જાહેર:મકરસંક્રાતિએ પ્રથમ અને મૌની અમાસે 4 ફેબ્રુ,એ સૌથી મોટું શાહી સ્નાન ;5 કરોડ શ્રદ્ધાળુ ઉમટશે

અખાડા પરિષદના પદાધિકારીઓ અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી યોગીની જાહેરાત

ઈલાહાબાદઃ પ્રયાગમાં 2019માં કુંભ મેળવાના શાહી સ્નાનની તારીખની જાહેરાત થઇ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તારીખો જાહેર કરી હતી વેળાએ અખાડા પરિષદના પદાધિકારીઓ અને સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ યોગીએ જણાવ્યું કે 2019ના કુંભમેળાનું સૌથી મોટું શાહી સ્નાન મૌની અમાસ 4 ફેબ્રુઆરીના રોજ થશે જેમાં 5 કરોડથી વધુ શ્રધ્ધાળું ભાગ લેશે તેવું અનુમાન છે.

   પ્રથમ શાહી સ્નાન 15 ફેબ્રુઆરી, 2019ના રોજ મકરસંક્રાતિના દિવસે, બીજું શાહી સ્નાન 4 ફેબ્રુઆરી,2019ના રોજ મૌની અમાસના રોજ અને ત્રીજુ શાહી સ્નાન 10 ફેબ્રુઆરી,2019ના વસંદ પંચમીના રોજ યોજાશે. શાહી સ્નાન કે જેમાં 13 અખાડાના તમામ નાગાસાધુ, મહામંડલેશ્વર અને અન્ય સાધુ સંતોની શાહીરવાડી નિકાળીને સૌથી પહેલા સ્નાન કરે છે.

  ઉપરાંત 21 જાન્યુઆરીના રોજ પોષ પૂર્ણિમા, 4 માર્ચના રોજ મહાશિવરાત્રી અને 19 ફેબ્રુઆરી માધ પૂર્ણિમાનું પણ સ્નાન થશે. મેળાની શરૂઆત 15 જાન્યુઆરીએ અને સમાપન 4 માર્ચે થશે.

  પ્રાયગરાજમાં કુંભનું આયોજન દેશ દુનિયાના સૌથી મોટા આધ્યાત્મિક અને ધાર્મિક આયોજન છે. મુખ્યમંત્રીએ કહ્યું કેઅમારો અંદાજ છે કે કુંભ મેળામાં 12થી 15 કરોડ શ્રદ્ધાળું સ્નાન કરશે

(12:00 am IST)