Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કર્ણાટકના કિંગમેકર નહિ પરંતુ કિંગ બનેલા કુમારસ્વામીનો પુત્ર કન્નડ-તેલુગુ ફિલ્મનો એક્ટર : પુત્રવધુ એમબીએ પાસ

નવી દિલ્હી : કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ પહેલા ભાવુક ભાષણ કરી અને હવેની ચૂટણીંમાં 150 સીટ હાંસલ કરવાનો દાવો કરીને મુખ્યમંત્રી પદથી બી.એશ યેદિયુરપ્પાનું રાજીનામું આપ્યા બાદ એચડી કુમારસ્વામી રાજ્યનાં નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે ચૂંટણી પહેલા જેડીએસ નેતાએ કિંગ બનવાની વાત કરી દીધી હતી.તેમણે કહ્યું હતું કે, હું કિંગમેકર નહી પરંતુ કિંગ બનીશ
માત્ર 28 સીટોની સાથે મુખ્યમંત્રી પદના દાવેદાર બનેલા કુમાર સ્વામીનું અંગત જીવન પણ રોચક છે.

  કુમાર સ્વામીનાં પુત્ર નિખિલ ગૌડા કેસીએન મોહનની પુત્રી સ્વાથીથી જુન 2015માં લગ્નનાં બંધનમાં બંધાયા હતા. કેસીએન મોહન એક વેપારી અને પ્રખ્યાત કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર હતા. નિખિલ અને સ્વાથીના એકબીજા સાથેની મુલાકાત એમબીએમાં અભ્યાસ કરવા દરમિયાન થઇ હતી. મિત્રતા સાથે શરૂ થયેલી મુલાકાતમાં નિખિલ અને સ્વાથી એક બીજાને ક્યારે પોતાનું દિલ આપી દીધા તે ખ્યાલ નહોતો રહ્યો. બંન્ને એક બીજાને આશરે બે વર્ષ સુધી ડેટ કરતા રહ્યા હતા

   એચડી કુમાર સ્વામી અને અનીતા કુમાર સ્વામીનાં પુત્ર નિખિલ ગૌડા કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેતા છે. તેમણે પહેલીવાર 2016માં મહાદેવનાં નિર્દેશનમાં બનેલી કન્નડ - તેલુગુ ફિલ્મ જગુઆરમાં અભિનય કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુનીરત્ના કુરુક્ષેત્રમાં અભિનય કર્યો. નિખિલની પત્ની સ્વાથીનાં પરિવારનું કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મજબુત સંબંધ છે. સ્વાથીનાં દાદા કેસીએન ગૌડાએ ઘણી પ્રખ્યાત કન્નડ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. સ્વાથીનાં પપ્પા, કાકા અને માં પણ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.

(12:00 am IST)