Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

જિયો અને એરટેલનો ટક્કર આપશે BSNL: લોન્ચ

લોન્ચ કરશે 4G સિમ: માત્ર રૂ. 20માં મેળવી શકાશે

નવી દિલ્હી ;જીઓ અને એરટેલનો ટક્કર આપવા ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) તૈયારી કરી રહયું છે બીએસએનએલ ટૂંક સમયમાં દેશભરમાં 4G સિમ લૉન્ચ કરશે 4જી સિમ સિમ દ્વારા તે રિલાયન્સ જિયો અને ભારતી એરટેલને સીધી ટક્કર આપશે. સરકારી અધિકારીઓનું માનવું છે કે, બીએસએનએલના નિર્ણયથી ડિજિટલ ઇન્ડિયાને મજબૂતી મળશે.

   જોકે બીએસએનએલ તરફથી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પણ ટ્રેક.ઇનના રિપોર્ટ મુજબ, ઓપરેટર ગ્રાહકોને 4G સિમમાત્ર 20 રૂપિયામાં આપશે. સુવિધા મેળવવા બીએસએનએલનું નવું સિમ લેવું પડશે, જે માટે યુઝરે બીએસએનએલની ઓફિસમાં જઈને સિમ કાર્ડ લેવું પડશે. જોકે યુઝર્સ તેમનો જૂનો બીએસએનએલનો નંબર પોતાની પાસે રાખી શકશે. જ્યારે બીજા ટેલિકોમ ઓપરેટર્સના સિમનો ઉપયોગ કરી રહેલા યુઝર્સ પણ બીએસએનએલના કનેક્શન નંબરથી લઈ શકે છે.

   2009માં બીએસએનએલે 3G સર્વિસની શરૂઆત કરી હતી. રિલાયન્સ જિયો અને એરટેલને ટક્કર આપવા માટે બીએસએનએલ ભરપૂર પ્રયાસ કરી રહી છે. તે માટે બીએસએનએલ રોજ નવા પેક્સ લૉન્ચ કરી રહી છે, તો બીજી તરફ ડેટામાં પણ તે બંને કંપનીઓને ટક્કર આપી રહી છે.

   તાજેતરમાં કંપનીએ દાવો કર્યો હતો કે, તેણે લગભગ 40 લાખ યુઝર્સને માર્ચ 2018માં પોતાની સાથે જોડ્યા હતા. જ્યારે MNPની મદદથી તેના 12 લાખ યુઝર્સને પોતાની સાથે જોડ્યા હતા. બીએસએનએલ સતત તેના નવા પ્લાન અને સ્કીમની મદદથી યુઝર્સને પોતાની સાથે જોડી રહી છે. હવે જોવાનું રહેશે કે 4G સિમથી બીએસએનએલ પોતાની સાથે કેટલા કસ્ટમર્સ જોડે છે.

(10:23 am IST)