Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાનની સરહદ પાસે આવેલ નાંગરહર પ્રાંતમાં ક્રિકેટ મેચ દરમિયાન વિસ્‍ફોટઃ ૮ના મોતઃ ૪પને ઇજા

કાબુલઃ અફઘાનિસ્‍તાનમાં પાકિસ્‍તાનની સરહદ પાસે આવેલ પૂર્વી નાંગરહર નામના પ્રાંતમાં મેચ દરમિયાન બોંબ વિસ્‍ફોટ થતા ૮ના મોત થયા છે અને ૪પ લોકોને ઇજાઓ થઇ છે.

રમઝાનના પવિત્ર મહિના દરમિયાન રાત્રે આયોજિત ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ અને દર્શકો હાજર રહ્યા હતા. ખોગયાનીએ જણાવ્યું કે હજી તપાસ ચાલી રહી છે.

અત્યાર સુધી કોઈએ પણ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી પરંતુ પૂર્વી અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકી અને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ ખુબ સક્રિય હોય છે, ખાસ કરીને નાંગરહર પ્રાંતમાં જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સરહદ સાથે વશેલું નાંગરહર પ્રાંત આ વર્ષે હિંસક ઘટનાઓમાં ખુબ વધારો થયો છે. ગયા અઠવાડિયે રાજ્ય લેખા કાર્યાલય પર થયેલા હમલામાં ઓછામાં ઓછા 15 લોકો મૃત્યુને ભેટ્યા હતા.

(12:00 am IST)