Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

ગુજરાત કેડરના આઇએએસ અધિકારી જી.સી. મુર્મુની કેન્‍દ્રમાં સ્પેશ્યલ સેક્રેટરી તરીકે નિમણુંક

નવી દિલ્‍હીઃ ભારત સરકારમાં પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇએએસ અધિકારી જી. સી. મુર્મુને રેવન્યુ વિભાગમાં એડિશનલ સેક્રેટરીથી પ્રમોટ કરીને સ્પેશ્યલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે ગુજરાત કેડરના વધુ એક આઇએએસ અધિકારી અતનુ ચક્રવર્તીને ડિમાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનજમેન્ટમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જી. સી. મુર્મુ મૂળ ઓરિસ્સાના છે અને 1985 બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેમનું આખુ નામ ગીરીશ ચન્દ્ર મુર્મુ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જી.સી. મુર્મુ તેમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા.

(12:00 am IST)