Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમે ખુશ છીએ: જે જીતશે તે સિકંદર ગણાશેઃ કપિલ સિબ્બલ

નવી દિલ્‍હીઃ કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમે ખુશ છીએ. કારણ કે હવે બધી પ્રક્રિયા પારદર્શકતાથી થશે અને હવે જે જીતશે તે સિકંદર ગણાશે. તેમણે કહ્યું કે હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે બધાનું લાઇવ ટેલિકાસ્ટ થશે, તો પછી પ્રોટેમ સ્પીકરને હટાવવાનો કોઇ અર્થ નથી.

તેમણે કહ્યું કે અમે બહુમત પરીક્ષણ દરમિયાન પારદર્શકતા ઇચ્છતા હતાં અને અમને મળી તે અમારી જીત છે. હવે બધાની નજર સામે આ બધી પ્રક્રિયા થશે. કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે અમે શરૂથી ઇચ્છતા હતાં કે સારી પ્રક્રિયા પારદર્શી હોય અને આ રીતે આ અમારી જીત છે.

જ્યારે કોંગ્રેસના વીરપ્પા મોઇલીએ કહ્યું કે, આખી દુનિયા સામે બીજેપીની પોલ ખુલી જશે. તેમને સારી રીતે ખબર હોય છે કે તમની પાસે 104 ધારાસભ્યો છે. તે પછી પણ તે સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ અમારા ધારાસભ્યો અમારી સાથે છે. અમારા બે ધારાસભ્યો હજી પહોંચ્યા નથી પરંતુ અમને વિશ્વાસ છે કે તેઓ જ્યારે પણ આવશે અમારો સાથ આપશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને જેડીએસનો પ્રોટેમ સ્પીકરનો નિયુક્તિનો પડકાર આપનારી અરજીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે હવે બોપૈયા જ પ્રોટેમ સ્પીકર તરીકે રહેશે અને તે જ ફ્લોર ટેસ્ટ કરાવશે.

(12:00 am IST)