Gujarati News

Gujarati News

News of Sunday, 20th May 2018

કરાચીમાં નંબર પ્લેટ વગરની કારમાં માસ્ક પહેરીને આવતા શખ્‍સો દ્વારા ૨૪ ખ્રિસ્‍તી સમુદાયના યુવકોનું અપહરણ

કરાચીઃ પાકિસ્‍તાનના કરાચીમાંથી બુકાનીધારી શખ્‍સો દ્વારા ખ્રિસ્‍તી યુવકોનું અપહરણ કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

પાકિસ્તાનમાં લઘુમતી ખ્રિસ્તી સમુદાયના નેતાએ આરોપ લગાવ્યો છે કે, 30 માર્ચ બાદ અત્યાર સુધી બુકાનીધારી સુરક્ષા અધિકારીઓએ તેમના સમુદાના 24 યુવકનો કરાચી પાસેથી અપહણ કરી લીધું છે.

ખ્રિસ્તી નેતાએ શુક્રવારે કરાચી ઇન્સ્પેક્ટર જનરલ ઇસ્ટ કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. નેતાઓએ કહ્યું હતું કે, લાપતા યુવકોના પરિવાજનોનો આરોપ છે કે, યુવકોના લાપતા થવાનો સિલસિલો 30 માર્ચથી શરૂ થઇ ગયો છે. એ દિવસે છ યુવકોને ઉઠાવી લેવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોહાનાબાદમાં રહેનારા પ્રભાવિત ઇસાઇ પરિવારે દાવો કર્યો હતો કે, 15 એપ્રિલે 4 યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આઠ માર્ચથી 14 યુવકો ગુમ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળ જેવા દેખાનારા અધિકારીઓ રાત્રે માસ્ક પહેરીને આવે છે. તેમના કારમાં લાયસન્સ પ્લેટ હોતી નથી. તેઓ દરવાજા પર આવે ઘરમાં ઘૂસી જતા હતા. પીડિત પરિવારો દાવો કર્યો છે કે, આઠ માર્ચે જે 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે એ હજી સુધી ગુમ છે.

(12:00 am IST)