Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોના વાયરસ હવે પ્રાણીઓમાં પણ ઘુસ્યો : જયોર્જિયામાં જળબિલાડી કોરોના પોઝિટિવ

નાક વહી રહ્યું છે. છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે.

કોરોના વાયરસ હવે માણસોને છોડી પ્રાણીઓમાં જોવા મળી રહ્યો છે. તે પણ એવા પ્રાણીમાં જેને જોવા લોકો એક્વેરિયમ સુધી જાય છે. ભારતમાં પણ આ જીવ જોવા મળે છે. આ પ્રાણીનું નામ જળબિલાડી છે.

આ નોળીયાની એક પ્રજાતિ હોય છે. જે જમીન અને પાણી બંનેમાં રહી શકે છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં સ્થિતિ જ્યોર્જિયા એક્વેરિયમમાં કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત જોવા મળી છે.

આ અંગે જ્યોર્જિયા એક્વેરિયમે ટ્વિટ કરી આ જાણકારી આપી છે કે, તેમના કેટલીક જળબિલાડી કોરોના સંક્રમિત છે. તેમનું નાક વહી રહ્યું છે. તે છીંક આવી રહી છે. થોડી થાકેલી જોવા મળી રહી છે. પરંતુ તમામ લક્ષણ હળવા સ્તરના છે. જે જળબિલાડી કોરોના સંક્રમિત થઈ છે તે એશિયન સ્મોલ ક્લોડ ઓટર્સ એટલે કે નાના પંજાવાળી એશિયન જળબિલાડી છે

જ્યોર્જિયા એક્વેરિયમમાં એનિમલ અને એન્વાયરમેન્ટલ હેલ્થની વાઈસ પ્રેસીડેન્ટ ડો. ટોન્યા ક્લોસે કહ્યું કે, એક્વેરિમયના જંતુ નિષ્ણાંત આ જળબિલાડઓની અલગથી સારવાર કરી રહ્યા છે. તેમને અલગ રાખવામાં આવી છે. આ ઉપરાંત એનિમલ કેર ટીમના પ્રાણીઓના ડોક્ટર પણ સતત તેમના પર નજર રાખી રહ્યા છે. .

(11:54 pm IST)
  • રાહુલ ગાંધીને કોરોના : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ કોરોના સંક્રમિત થયા છે : સામાન્ય લક્ષણો જણાતા તેઓઍ ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો છે : રાહુલ ગાંધીઍ ટ્વીટ કરી જણાવ્યુ છે કે તેઓના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે access_time 3:24 pm IST

  • 1 મે થી COVID-19 રસી 18 વર્ષની ઉપરના તમામ લોકો લઈ શકશે : રસી ઉત્પાદકો પૂર્વ ઘોષિત ભાવે ખુલ્લા બજારમાં પણ વેચી શકશે : PIBની વેબસાઇટ પર એક અખબારી યાદી મુજબ, રસી ઉત્પાદકોને તેમની રસી ઉત્પાદન ક્ષમતાનો 50% જથ્થો, રાજ્ય સરકારોને અને ખુલ્લા બજારમાં પૂર્વ ઘોષિત ભાવે મુક્ત રીતે વહેંચવાની સત્તા આપવામાં આવશે. access_time 9:57 pm IST

  • આંધ્ર પ્રદેશમાં ઉનાળુ વેકેશન જાહેર : આંધ્ર પ્રદેશ સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ ૧ થી ૯ માટે ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. access_time 4:04 pm IST