Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

લુઈસિયાનામાં બર્થડે પાર્ટીમાં ફાયરિંગથી ૯ બાળકોને ઈજા

અમેરિકા માટે ગન કલ્ચર મોટું દુષણ : પાર્ટીમાં યુવાઓના બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી બંને જૂથોએ સામ સામે ગોળીઓ ચલાવવા માંડી હતી

વોશિંગ્ટન, તા. ૧૯ : અમેરિકા માટે ગન કલ્ચર મોટુ દુષણ સાબિત થઈ રહ્યુ છે. અહીંયા છાશવારે અંધાધૂધ ફાયરિંગની ઘટનામાં લોકો જીવ ગુમાવતા હોય છે અથવા ઘાયલ થતા હોય છે.

અમેરિકાના લુઈસિયાના સ્ટેટમાં ફાયરિંગની ઘટના બની છે. ચોંકાવનારી વાત છે કે, ફાયરિંગ બાળકોની બર્થે ડે પાર્ટી દરમિયાન થયુ હતુ. જેમાં બાળકોને ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પાર્ટીમાં યુવાઓના બે જુથ વચ્ચે બોલાચાલી થઈ હતી અને પછી બંને જૂથોએ એક બીજા પર ગોળીઓ ચલાવવા માંડી હતી. પાર્ટીમાં બાળકો પણ સામેલ હતા અને તેમાંથી બાળકો ઘાયલ થયા છે.

કોઈને હાથમાં તો કોઈને પાંસળીમાં તો કોઈને પગમાં અને કોઈને પેટમાં ગોળી વાગી છે. અહીંયા છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. પહેલા રવિવારે પણ એક ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. અન્ય એક કિસ્સામાં પૂર્વ પોલીસ અધિકારીએ પોતાની પત્ની, ૧૬ વર્ષની પુત્રી અને તેના બોયફ્રેન્ડની ગોળી મારી હત્યા કરી હતી.

હવે બર્થ ડે પાર્ટીમાં પણ થયેલા ફાયરિંગ બાદ ગન કલ્ચરને લઈને ફરી ચર્ચાઓ શરુ થઈ છે.

(8:55 pm IST)