Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ફેસબુકે નવુ ફીચર લોન્ચ કર્યુઃ યુઝર પોતાની પોસ્ટ અને નોટ્સને ગુગલ ડોક્યુમેન્ટસ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફર કરી શકશે

નવી દિલ્લી: ફેસબુકએ પોતાનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યૂઝર પોતાની પોસ્ટ અને નોટ્સને ગૂગલ ડોક્યુમેન્ટ્સ, બ્લોગર અને વર્ડપ્રેસ ડોટ કોમમાં ટ્રાન્સફરી કરી શકશો. 2020માં ફેસબુકે લોકો માટે પોતાના ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરવા માટે ફીચર ઈનેબલ કર્યું હતું. તેના માધ્યમથી લોકો પોતાના વીડિયો અને ફોટોને બેકબ્લેઝ, ડ્રોપબોક્સ, ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરી શકતા હતા.

ફેસબુકના પ્રાઈવસી અને પબ્લિક પોલિસીના ડાયરેક્ટર સ્ટીવ સેટરફિલ્ડે કહ્યું કે લોકોની સુવિધાઓ માટે અમે ટૂલનું નામ બદલ્યું છે. હવે આ ટૂલનું નામ ટ્રાન્સફર યોર ઈન્ફર્મેશન રહેશે. અમે આ ટૂલને લોકોની પ્રાઈવસી, સિક્યોરિટી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. તેમાં તમારે ટ્રાન્સફર શરૂ કરતાં પહેલાં પાસવર્ડ ફરીવાર નાંખવો પડશે. તેનાથી તમે સુરક્ષિત રીતે ડેટા ટ્રાન્સફર કરી શકશો.

યૂઝર્સે આ ટૂલને એક્સેસ કરવા માટે ફેસબુકના સેટિંગમાં યોર ફેસબુક ઈન્ફર્મેશનમાં જવું પડશે. ત્યાં જઈને ટ્રાન્સફર યોર ઈન્ફર્મેશન પર જઈને ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તે ક્યાં એક્સપોર્ટ કરવા માગો છો. અહીંયા તમને ગૂગલ ડોક્સ, વર્ડ પ્રેસ અને બ્લોગરનો વિકલ્પ મળશે. કન્ફર્મ કર્યા પછી તે ટ્રાન્સફર થઈ જશે.

(5:10 pm IST)