Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોનાના વાયરસના તાંડવથી રાજકોટ શોકગ્રસ્ત : આ છે રાજકોટની વાસ્તવિકતા

સાહેબ હોસ્પિટલમાં બેડ નથી... ઘરેથી બેડ લાવ્યા... ઓકિસજન લાવ્યા... હવે તો દવા આપોઃ ચૌધરી હાઇસ્કૂલમાં દર્દીનો પોકાર

સિવિલના બેડ સુધી પહોંચવા ઘરેથી લાવવો પડે છે બેડ! : આ દ્રશ્યો હચમચાવી દે તેવા છેઃ હોસ્પિટલની બહાર મેદાનમાં દર્દીઓ જાતે ખાટલા લાવીને ઓકિસજન લઇ મોત સામે જંગે ચડ્યાઃ એમ્બ્યુલન્સની સાથે કરૂણ દ્રશ્યો જોવા મળી રહ્યા છેઃ સરકાર ટૂંકી પડતા અને ખાટલાની વ્યવસ્થા ન કરતા દર્દીઓ ઘરેથી જ ખાટલા લાવી રહ્યા છે

રાજકોટ, તા.૨૦: રાજકોટમાં કોરોના દર્દીઓની દયનીય સ્થિતિનો ચિતાર આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે. રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઈ રહેલા દર્દીઓના પરિવારજનો આવી રીતે સારવાર કરવા માટે મજબૂર બન્યા છે. અહીં એક દર્દીને ગઈકાલ રાતથી સિવિલ હોસ્પિટલમાં બેડ નથી મળ્યો. આથી પરિવારજનો ઘરેથી ખાટલો લાવીને આવી રીતે ગ્રાઉન્ડમાં દર્દીને સારવાર આપી રહ્યો છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાંથી દર્દીઓ પોકારી રહ્યા છે કે, 'સાહેબ અમે ઘરેથી ખાટલા લાવ્યા, ઓકિસજન લાવ્યા, હવે તો અમને સારવાર-દવા આપો, હવેથી દાખલ કરો.'

 આજે સવારથી જ સિવિલ નજીક આવેલા ચૌધરી ગ્રાઉન્ડમાં ૧૦૦ કરતા વધુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી હતી. કોરોનાના વધતા જતાં કહેરને લઈને રાજકોટના ખાનગી હોસ્પિટલનાં તમામ બેડ અત્યારે ફૂલ થઈ ગયા છે. સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને સારવાર માટે હવે ખૂબ રાહ જોવી પડી રહી છે. આ બધા પેશન્ટો એવા પણ છે કે જે રાતથી લાઈનમાં ઊભા છે.

કોરોના દર્દીઓ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે, પરંતુ હાલ ૧૦૮માં પણ એટલું બધું વેઇટિંગ છે કે બાકીના દર્દીઓને પોતાના પ્રાઇવેટ વાહનોમાં આવવું પડે છે. જે દર્દીઓને ૧૦૮ની સેવા નથી મળી રહી તેઓ ખાનગી વાહનોમાં સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે. અનેક દર્દીઓ રિક્ષામાં ઓકસીજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.   રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી હોસ્પિટલમાં પહોંચવા માટે ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાંથી એમ્બ્યુલન્સ માટે ખાસ રસ્તો બનાવ્યો છે. હાલ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે. તમામ ખાનગી વાહનો તેમજ એમ્બ્યુલન્સમાં ઓકિસજન સાથે દર્દીઓને અહીં લાવવા પડે છે. દ્યણા બધા દર્દીઓને ઓકસીજનની જરૂર હોવાથી તેમને હોસ્પિટલના ગ્રાઉન્ડમાં જ એમ્બ્યુલન્સની અંદર સારવાર આપવામાં આવી રહી છે

 હાલ રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ બની છે. સરકારી ચોપડે જિલ્લામાં કુલ ૩,૪૧૪ બેડમાંથી માત્ર ૧૧૨ બેડ ઉપલબ્ધ છે. રાજકોટ સિવિલમાં ૮૦૮ બેડમાંથી ૩૮ બેડ ખાલી છે. જયારે સમરસ હોસ્ટેલમાં ૭૦૮ બેડમાંથી માત્ર ૧૭ ખાલી છે. ગોંડલની વાત કરીએ તો સરકારી હોસ્પિટલ ૫૬ બેડમાંથી બે બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ ૧૯૭માંથી ૩૭ ખાલી છે. જસદણમાં ૨૪ બેડમાંથી એક પણ બેડ ખાલી નથી, જયારે ધોરાજીમાં ૭૦માંથી પાંચ બેડ ખાલી છે. જિલ્લાની ૩૫ ખાનગી હોસ્પિટલની કુલ ૧,૫૧૦ બેડમાંથી માત્ર ત્રણ બેડ  ખાલી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:00 pm IST)
  • રાહુલ ગાંધીને કોરોના : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પણ કોરોના સંક્રમિત થયા છે : સામાન્ય લક્ષણો જણાતા તેઓઍ ટેસ્ટ કરાવતા કોરોના પોઝીટીવ આવ્યો છે : રાહુલ ગાંધીઍ ટ્વીટ કરી જણાવ્યુ છે કે તેઓના સંપર્કમાં આવેલા લોકો પણ ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે access_time 3:24 pm IST

  • કોવિડ -19 રસી ઉપર અમેરિકી પ્રમુખ જો બાયડને જણાવ્યું છે કે "અમેરિકામાં "16" વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક આજે રસી મેળવવા પાત્ર છે. જેમ બને તેમ સૌ રસી જલ્દી મુકાવે" access_time 12:19 am IST

  • અરવિંદ કેજરીવાલના પત્નિને કોરોના : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્નિ સુનિતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયા છે : અરવિંદ કેજરીવાલ પણ કવોરન્ટાઈ થયા access_time 2:32 pm IST