Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોનાની સાઇડ ઇફેકટ

નાના રિટેલરોની મુશ્કેલીમાં થશે વધારોઃ કારોબારમાં ૪૦ ટકાના નુકશાનનો અંદાજ

નવી દિલ્હી, તા.૨૦: દેશભરના અનેક રાજયો અને મહાનગરોમાં વધતા કેસ પર કાબુ મેળવવા માટે લોકડાઉન અને અનેક કડક પ્રતિબંધો લગાવામાં આવ્યા છે. આ પ્રતિબંધોના કારણે નાના રિટેલરની કમાણીમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. આ અંદાજ ફેડરેશન ઓફ રિટેલર એસોસિએશન ઓફ ઇન્ડિયાનો છે. જે દેશભરના ૪ કરોડ માઈક્રો, સ્મોલ અને મીડીયમ રિટેલર્સની રિપ્રેઝનટીવબોડી છે.એફઆરએઆઈના સેક્રેટરી જનરલ વિનાયક કુમારનું કહેવું છે કે જો દેશભરમાં ફરી લાંબા સમય માટે સંપૂર્ણ લોકડાઉન લાગે છે તો જે સ્ટોર્સ નોન-એસેન્સિયલ સમાન તેમજ સર્વિસ ઉપલબ્ધ કરાવી રહયાછે. તેની કમાણીનીસંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે. અને તે બરબાદીના કગાર પર આવશે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનાસેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેવાલના જણાવ્યા મુજબ, દિલ્હીની વાત કરવામાં આવે તો લોકડાઉનના લીધે એક દિવસમાં ૬૦૦ કરોડનું કારોબારી નુકશાન થવાનું અંદાજ છે. કૈટનાજણાવ્યા મુજબ, ગયા મંગળવાર સુધીમાં ૧૦ દિવસનું નાઈટ કર્ફ્યુઅને અનેક રાજયોમાં આંશિક લોકડાઉનનાલીધે કારોબારીઓને ૪૬ હજાર કરોડનું નુકશાનથયું છે.જેમાંથી ૩૨ હજાર કરોડનું નુકશાનહોલસેલ બિઝનેસનુંથયું.

કોરોના મહામારીની બીજી લહેરનાલીધે રાજય સરકારોએમનાઈ લગાવામાંઆવી છે. આજે ૧૯ એપ્રિલની રાતે ૨૬ એપ્રિલની સવાર સુધી દિલ્હીમાં લોકડાઉન રહેશે તો મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન લગાવામાંઆવ્યું છે. કર્ણાટકના કેટલાક જિલ્લામાં નાઈટ કર્ફ્યુ લગાવામાં આવ્યું છે. અને કેરળમાં દુકાનોને રાતે ૯ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

(12:46 pm IST)