Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

કોરોના ઈફેક્ટ : ICSE બોર્ડે 10 માં ધોરણની પરીક્ષા કરી કેન્સલ : 12 માં ધોરણની પરીક્ષાનો નિર્ણય જૂનમાં લેવાશે

આઇસીએસઇ બોર્ડે કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે તેની 10 માં ધોરણની પરીક્ષા રદ કરી છે. આઈસીએસઇ બોર્ડે કહ્યું છે કે, 12 માં ધોરણની પરીક્ષા અંગેનો નિર્ણય જૂન 2021 માં લેવામાં આવશે. આઈસીએસઈ બોર્ડે કહ્યું છે કે, 12 માં ધોરણની પરીક્ષાને લઈને પરિસ્થિતિ જોતા ઓફલાઇન સંચાલન કરવા અંગે વિચાર કરવામાં આવશે.

 આ અગાઉ સીબીએસઇ બોર્ડે પણ 10 માં ધોરણનાં બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી અને 12 માં ધોરણની પરીક્ષા અંગે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરી દીધી છે.

અગાઉ આઇસીએસઇ બોર્ડે કહ્યું હતું કે, 10 માં ધોરણની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક રાખવામાં આવશે. જે વિદ્યાર્થીઓ 10 માં ધોરણની પરીક્ષા આપવા માંગે છે, તેઓ પરીક્ષા આપી શકે છે. બોર્ડ તેમના માટે મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. અગાઉનાં જાહેરનામામાં બોર્ડે કહ્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થી જે 10 માં ધોરણની પરીક્ષા આપવા માંગતા નથી, તે પછીથી ધોરણ 12 નાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી શકે છે. જો કે આઈસીએસઈ બોર્ડે 12 માં ધોરણની પરીક્ષા અગાઉથી મુલતવી રાખી હતી. બોર્ડે કહ્યું હતું કે, 12 માં ધોરણની પરીક્ષા અંગેનો નિર્ણય જૂનમાં લેવામાં આવશે. આઇસીએસઇ બોર્ડની 10 માં ધોરણની પરીક્ષા 04 મે 2021 થી શરૂ થવાની હતી અને 07 જૂન 2021 સુધી ચાલવાની હતી. વળી 12 માં ધોરણની પરીક્ષા 8 એપ્રિલથી લેવાની હતી અને છેલ્લી 18 જૂનની અંતમા પરીક્ષા હતી.

(11:48 am IST)