Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

ચાલુ વર્ષે ચોમાસુ અનિયમિત અને બેફામ રહેશે

જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે જેના લીધે ગરમીમાં પ્રચંડ વધારો : તાપમાનં એક ડિગ્રીનો વધારો થાય તો ચોમાસુ વરસાદમાં ૫%નો વધારો થાય : વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી : ભારત સહિત પાડોશી દેશોમાં ચોમાસુ હવે તાકાતવર અને અનિયમિત રહેશે. જૂન અને સપ્ટેમ્બરમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે. પોટસડૈમ ઈન્સ્ટીટ્યુટ ફોર કલાઈમેટ ઈમ્પેકટમાં રિસર્ચ થયુ છે. છેલ્લા ૨૦ વર્ષોમાં ૧૩ ચોમાસાની સિઝનમાં ટકાવારી કરતા ઓછો વરસાદ નોંધાયો છે.

અર્થ સિસ્ટમ ડાયનૈમિકસ જર્નલમાં પ્રકાશિત થયા મુજબ ભારતની કૃષિ અર્થવ્યવસ્થાને ભારે અસર કરશે. ખેડૂપાકમાં નુકશાની થશે. સામાન્ય જન જીવનને પણ અસર કરશે.

ગરમીએ તેની અસર બતાવવાનું શરૂ કરી દીધુ છે. આ મહિનો એટલે કે એપ્રિલમાં તાપમાનનો પારો દિન પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે. દેશના આઠ રાજયો છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, આસામ, મિઝોરમ, ઓરીસ્સા, અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગરમીનું પ્રચંડ મોજું જોવા મળશે.

જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યા છે તેનું પણ એક મુખ્ય કારણ છે બિહાર, આસામ અને ઝારખંડમાં ૬૦% ભાગ સામેલ છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં પણ ખતરો મંડરાય રહ્યો છે.

વૈજ્ઞાનિક અંજા કૈટજેનબર્ગરનું કહેવું છે કે ગ્રીન હાઉસમાં ગેસોના ઉત્સર્જન મોનસૂનને અવ્યવસ્થિત કરવા માટે મોટી ભૂમિકા નિભાવી રહી છે. દર એક ડિગ્રી સેલ્સીયસ તાપમાન વધે તો ૫ ટકા સુધી ચોમાસુ વરસાદ વધી શકે છે.

(11:32 am IST)