Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત બાદઃ રેલ્વે સ્ટેશન-બસ સ્ટેન્ડ પર પ્રવાસી મજૂરોની રાતભર જોવા મળી ભીડ

દિલ્હીમાં એક અઠવાડિયાનાં લોકડાઉનની જાહેરાત બાદ તેની અસર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં જોવા મળી હતી. દિલ્હી અને નોઈડામાં આખી રાત રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર પ્રવાસી મજૂરોની ભીડ જોવા મળી હતી. દરેકનાં ચહેરા બતાવી રહ્યા હતા કે તેઓ કોઈક રીતે ઘરે જવાની ઉતાવળમાં છે. દિલ્હી સરકાર અને એલજી વચ્ચેની બેઠક બાદ સોમવારે ૨૬ એપ્રિલ સુધી રાત્રે ૧૦ વાગ્યાથી સોમવારે રાત્રે ૫ વાગ્યા સુધી દિલ્હીમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરપ્રાંતિય મજૂરો કહે છે કે દિલ્હીમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેથી તેમને વિશ્વાસ નથી કે આ લોકડાઉન એક અઠવાડિયા પછી સમાપ્ત થઈ જશે. ગયા વર્ષ જેવી પરિસ્થિતિ ફરી ન થાય તે માટે તેઓ ઘરે જઇ રહ્યા છે.

(10:20 am IST)