Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

દેશમાં કોરોના બેફામ : તમામ રેકોર્ડ તોડ્યા : નવા 2.56 લાખથી વધુ નવા કેસ : કુલ કેસ 20.24 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 1757 દર્દીના મોત : 1.54 લાખથી વધુ રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,924 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 28,211 કેસ, દિલ્હીમાં 23,886 કેસ, કર્ણાટકમાં 15,785 કેસ, કેરળમાં 13,644 કેસ, છત્તીસગઢમાં 13,834 કેસ, મધ્યપ્રદેશમાં 12, 897 કેસ, રાજસ્થાનમાં 11,967 કેસ, ગુજરાતમાં 11,403 કેસ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં કોરોના વકર્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 2,56,828 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1757 લોકોના મોત નિપજ્યા છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.56,828 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,53,14,714 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 20,24 લાખને  પાર  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1, 54,234 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે 1.31,03,220 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 58,924 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 28,211 કેસ, દિલ્હીમાં 23,886 કેસ, કર્ણાટકમાં 15,785 કેસ, કેરળમાં 13,644 કેસ, છત્તીસગઢમાં 13,834 કેસ, મધ્યપ્રદેશમાં 12, 897 કેસ, રાજસ્થાનમાં 11,967 કેસ અને  ગુજરાતમાં 11,403 કેસ નોંધાયા છે  બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વકર્યો   છે

(12:13 am IST)