Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જાંબાજ વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષા કારણોસર જમ્મૂ-કાશ્મીરમાંથી ટ્રાન્સફર

પીસ સ્ટેશન મોકલી દેવાયા : વેસ્ટર્ન સેક્ટરમાં પોસ્ટિંગ અપાઈ તેવી શકયતા

 

નવી દિલ્હી :પાકિસ્તાન સાથે હવાઈ યુદ્ધમાં તેના એફ-16 યુદ્ધ વિમાનને તોડી પાડનારા જાંબાજ વિંગ કમાંડર અભિનંદનની સુરક્ષા કારણોસર જમ્મૂ-કાશ્મીરમાંથી બદલી કરવામાં આવી છે. હાલ અભિનંદનને એક પીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા છે.

  વાયુસેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિંગ કમાંડર અભિનંદનના ટ્રાંસફરનો ઓર્ડર અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે. હવે તેમને શ્રીનગર બહાર તૈનાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે અભિનંદનને વેસ્ટર્ન સેક્ટરમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે.

   ભારતીય વાયુ સેનાએ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાના કારણોને ધ્યાને રાખી શ્રીનગર એરબેસથી અભિનંદન વર્તમાનનું ટ્રાન્સફર કર્યું છે. હવે અભિનંદનને પશ્ચિમ વિસ્તારમાં મહત્વપૂર્ણ એરબેસ પર તહેનાત કરવામાં આવ્યા છે

  અત્રે .ઉલ્લેખનીય છે કે અભિનંદન હાલ મેડિકલ ટેસ્ટથી પસાર થઇ રહ્યાં છે. મેડિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓને ફાઇટર પ્લેન ઉડાળવાની મંજૂરી આપવામાં આવશે.

(12:13 am IST)