Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

૧૫ લાખ આપવાનું વચન માત્ર વચન જ હતું : પ્રિયંકા ગાંધી

વાયનાડમાં રાહુલ ગાંધી માટે પ્રિયંકા ગાંધી દ્વારા પ્રચાર : વર્તમાન સરકારે સત્તામાં આવ્યા બાદથી વિશ્વાસ ગુમાવ્યો

વાયનાડ, તા. ૨૦ : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાઢેરા હાલના દિવસોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં જ પ્રિયંકા વાઢેરા આજે પોતાના ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રચારના હેતુસર કેરલના વાયનાડ પહોંચ્યા હતા. પ્રિયંકાએ અહીં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા એક સરકાર સત્તામાં આવી હતી જેને પ્રચંડ બહુમતિ આપવામાં આવી હતી. અમારા દેશના લોકોએ ભાજપ સરકારમાં પોતાનો વિશ્વાસ અને આશા રાખી હતી. આ સરકારે સત્તામાં આવ્યા બાદ વિશ્વાસ ગુમાવવાની શરૂઆત કરી દીધી હતી. પ્રિયંકા ગાંધીએ ત્યારબાદ ભાજપના ૧૫ લાખ રૂપિયા આપવાના વચનની યાદ અપાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, લોકો માનવા લાગ્યા હતા કે તેમના ખાતામાં નાણાં આવી જશે પરંતુ આ ગેરસમજને લઇને પ્રથમ વખત સંકેત એ વખતે મળ્યો હતો જ્યારે તેમના અધ્યક્ષે ચૂંટણી બાદ તરત જ જાહેરાત કરી હતી કે, દરેકના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવશે. આ પ્રકારનું વચન માત્ર ચૂંટણી માટે હતું. રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે વાયનાડમાંથી પણ ચૂંટણી લડી રહ્યા છે. પ્રિયંકાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેઓ એ વ્યક્તિ તરફથી અહીં આવ્યા છે જે વ્યક્તિએ લોકો માટે નવી આશા જગાવી છે. આ વ્યક્તિને તેઓ એ દિવસથી જાણે છે જે દિવસે તેમનો જન્મ થયો હતો. આ વખતે તેઓ ઉમેદવાર તરીકે છે. છેલ્લા ૧૦ વર્ષમાં પોતાના વિરોધીઓથી મોટાપાયે વ્યક્તિગત હુમલાઓનો સામનો કરી ચુક્યા છે. તેમની પ્રતિષ્ઠા સુધારવાના પ્રયાસો થઇ રહહ્યા છે. હાલના દિવસોમાં રાહુલ ગાંધી સામાન્ય લોકો માટે ખુબ મહેનત કરી રહ્યા છે. પ્રિયંકા વાયનાડમાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રિયંકા સક્રિય રાજનીતિમાં સક્રિય થયા બાદથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા વાઢેરાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં આ વખતે બસપ અને સપા ગઠબંધનમાં કોંગ્રેસ પાર્ટી સામેલ નથી. કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધી રી છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા વાઢેરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે ઉત્તરપ્રદેશમાં પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠાને મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી છે. છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે કોંગ્રેસ પાર્ટીને માત્ર બે સીટો અમેઠી અને રાયબરેલી મળી હતી. આ વખતે કોંગ્રેસ પાર્ટી સામે અનેક નવા પડકારો રહેલા છે. ખાસ કરીને ગઠબંધન સામે પણ તેમના ઉમેદવાર મેદાનમાં રહેશે. પ્રિયંકા વાઢેરા ઉત્તરપ્રદેસમાં પણ ઝંઝાવતી પ્રચાર કરવા માટે કમરકસી ચુકી છે.

(7:49 pm IST)