Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અઠવાડિયામાં બે ઉપવાસ કરવા બહુ ફાયદાકારક

વજન ઘટાડવા ઉપરાંત બ્લડપ્રેશર અને ધબકારા ઘટાડવામાં મદદરૂપઃ એકાંતરા દિવસે ઉપવાસ કરવાની રિસર્ચરોની સલાહ

 વજન ઘટાડવા,ડાયાબીટીસ, હૃદયરોગ અને કેન્સર સામે રક્ષણ, મગજની તંદુરસ્તી સુધારવા, શારીરિક ફીટનેસ અને તાકાત જાળવી રાખવા માટે રીસર્ચરો અમુક સમયગાળે ઓછો અથવા બિલકુલ શુન્ય ખોરાક લેવાની ભલામણ કરે છે.

અઠવાડિયામાં અમુક દિવસે સાવ ઓછું ખાવાથી વ્યકિત પોતાના શરીરનીકોષની અને મેટાબોલીક પ્રોસેસને વધુ આરોગ્યપ્રદ સ્થિતિ તરફ દોરી શકે છે.

ઉતાહ ખાતેની કાર્ડીઓવેસ્કયુલર અને જીનેટીક એપીડેમીઓલોજી હેલ્થકેર સિસ્ટમના ડાયરેકટર બેન્જામીન હોર્ન કહે છે કે અઠવાડિયામાં અમુક દિવસે ઉપવાસ કરવાથી વેઇટ લોસમાં ફાયદા ઉપરાંત બ્લડ પ્રેસર ઘટાડવા, ધબકારામાં ઘટાડા ઉપરાંત હૃદયરોગ સંબંધીત રોગોમાં ફાયદો થતો હોવાના પુરાવાઓ મળ્યા છે.

અગાઉ ઉપવાસ અંગે થયેલા સંશોધનો મોટાભાગે વજન ઘટાડવા માટેના જ હતા. હાલમાં થયેલા સંશોધનો અનુસાર સામાન્ય પણે કરવામાં આવતા કેલોરી કટીંગ ડાયેટસ કરતા ઉપવાસમાં વજન વધારે ઘટે છે.

યુકેમાં આવેલ માન્ચેસ્ટર બ્રેસ્ટ સેન્ટરના પ્રીવેન્ટ બ્રેસ્ટ કેન્સર સાથે જોડાયેલ રીસર્ચ ડાયેટીશ્યન મીશેલ હાર્વી કહે છે કે રેગ્યુલર સમયગાળે કરવામાં આવતા ઉપવાસ સ્થુળ અને વધુ વજન ધરાવતા લોકો માટે સારો વિકલ્પ છે. હાર્વી ઉપવાસ પર કરવામાં આવેલા ઘણા બધા સંશોધનોના સહલેખીકા છે અને તેના સંશોધનોમાં વારંવાર દર્શાવાયું છે કે, ઉપવાસથી વેઇટ લોસ, ચરબીમાં ઘટાડો અને ઇન્સ્યુલીન રેસીસ્ટન્સમાં ફાયદો થાય છે.

તેણે સંશોધન દરમ્યાન એવા પણ પુરાવાઓ મેળવ્યા હતા કે ઇન્ટર મીટન્ટ ફાસ્ટીંગ ( અઠવાડિયામાં અમુક દિવસે કરાતો ઉપવાસ)થી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરમાં અને લોકોને મગજને લગતી અલઝાઇમર અને પાર્કિંન્સન જેવી બિમારીઓમાં પણ ફાયદો થાય છે.

હાર્વીના સંશોધનો મોટાભાગે પઃરનો ઉપવાસનો પ્લાન ઉપર થયા હતા. એટલે કે અઠવાડિયામાં પ દિવસ જે ખાવું હોય તે ખાવાનું અને બે દિવસ ઉપવાસ અથવા બહુ ઓછું જમવાનું પણ તેણી એમ પણ કહે છે કે એકાંતરા દિવસે ઉપવાસ અને ટાઇમ આધારિત ઉપવાસ એટલે કે દિવસ દરમ્યાન છ અથવા ૮ કલાકના ઉપવાસ ઉપર પણ સંશોધનો થઇ રહ્યા છે.

જોન હોપકીન્સ સ્કૂલ ઓફ મેડીસીનના ન્યુરોસાયન્સના પ્રોફેસર અને ન્યુરોસાયન્સ લેબોરેટરીના ચીફ માર્ક મેટસન કહે છે કે, આના પર સંપૂર્ણ અભ્યાસ ભલે ન થયો હોય પણ તેનાથી આરોગ્યમાં સુધારો ચોક્કસપણે થાય છે.

મેટસનના ઘણા બધા સંશોધનો ઉપવાસ અંગેના પ્રકાશિત થયા છે. તેનું કહેવું  છે કે ઉપવાસથી સ્ટ્રેસ અને માનસિક રોગોમાં ફાયદો થાય છે. તે કહે છે કે જયારે તમે ઉપવાસ કરો છો ત્યારે લીવરના શકિતના સ્ત્રોત વપરાય જતા હોવાથી શરીરના કોષોમાં રહેલી ચરબી અને કેરોન વાપરે છે જે ચરબી ઘટાડવામાં મદદરૂપ બને છે.(૧.૧૯)

 

(3:41 pm IST)