Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

દેશના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વિરૂદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂકનાર મહિલાના જામીન રદ્દ કરવાની અરજી, ૨૪ એપ્રિલે દિલ્હી કોર્ટના ન્યાયાધીશ મનીષ ખુરાના સાંભળશે

પોલીસે કરેલ અરજીની નકલ આરોપીને હજી પહોંચતી થઈ નથી : પોલીસે ૧૨ માર્ચે આ મહિલાને જામીન આપવામાં આવ્યા તે કેન્સલ કરવા માંગણી કરી છે : આ મહિલા અને તેના સાથીદારોએ ધમકી આપ્યાની ફરીયાદ પછી આ માંગણી કરવામાં આવી છે : છેતરપીંડી, ગુનાહિત કાવત્રુ સહિતના આરોપો એફઆઈઆરમાં આ મહિલા વિરૂદ્ધ ૩જી માર્ચે તિલકમાર્ગ પોલીસ સ્ટેશનમાં હરીયાણાના નવીનકુમારે ફરીયાદ સ્વરૂપે નોંધાવેલ છે : નવીનકુમારે એવો આરોપ મૂકયો છે કે સુપ્રિમ કોર્ટની ભૂતપૂર્વ કર્મચારી એવી આ મહિલાએ ૫૦ હજારની તેની સાથે છેતરપીંડી કરી છે : જે આ વ્યકિતના કહેવા પ્રમાણે આ મહિલાએ બદલામાં કોર્ટમાં નોકરી અપાવવાનું કહી લાંચ સ્વરૂપે લીધી હતી

(3:33 pm IST)