Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમેઠીથી રાહુલ ગાંધીની ઉમેદવારી રદ કરોઃ નાગરિકતા અને ડીગ્રી અંગે સવાલ ઉઠાવાયાઃ ખળભળાટ

અમેઠીઃ અમેઠીમાં રાહુલ ગાંધીની ઉમેદવારી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છેઃ રાહુલની નાગરીકતા અને તેમની ડીગ્રી સામે સવાલ ઉઠાવાયા આરોપ મૂકાયો છે કે રાહુલ ગાંધીનું અસલ નામ રાઉલ વિંચી છે. સાથો  સાથ તેમની પાસે બ્રિટીશ નાગરિકતા છેઃ અપક્ષોએ આવી ફરીયાદ કરી છેઃ તેઓએ કહ્યું છે કે રાહુલે ખોટા દસ્તાવેજો રજુ કરી ચૂંટણી અધિકારીને ગેરમાર્ગે દોર્યા છેઃ સોમવાર સુધી સ્ક્રુટનીની  કાર્યવાહી મુલત્વી રહી

(3:33 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST