Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મનીષ સિસોદીયાએ કરી જાહેરાત

દિલ્હીમાં આપ-કોંગ્રેસ વચ્ચે નહી થાય ગઠબંધન

અમે ઘણા પ્રયાસ કર્યાઃ કોંગ્રેસ સામે અમે અનેક ફોર્મ્યુલા રજુ કરી પણ કોંગ્રેસ ગઠબંધન માટે તૈયાર નથીઃ સિસોદિયા

નવી દિલ્હી  તા.૨૦: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે નહિ તેના પરથી શનિવારે મનીષ સિસોદિયાએ પડદો ઉઠાવીને સ્પષ્ટ રીતે કહી દીધું કે તેઓએ ખુબ જ પ્રયત્નો કર્યા અનેક ફોર્મ્યુલા કોંગ્રેસની સામે રાખી પરંતુ કોંગ્રેસ તૈયાર જ નથી.

સિસોદિયાએ પત્રકારોને સંબોધિત કરીને કહયું કે અમે કોંગ્રેસના ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડીને સત્તામાં આવ્યા હવે અમે કોંગ્રેસનો સાથ ઇચ્છીએ છીએ કારણ કે સાંપ્રદાયિક તાકાતો દેશને તોડી શકે નહી તેના લીધે અમે દિલ્હી, ગોવા, હરીયાણા, ચંદીગઢ અને પંજાબમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ઇચ્છતા હતા. તેના માટે અમે કોંગ્રેસ સાથે વાત કરી હરિયાણામાં જેજેપી સાથે વાત કરી.

ગોવા અને પંજાબમાં તેઓએ ગઠબંધનની મનાઇ કરી. દિલ્હીમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય નથી તે ગઇ ચૂંટણીમાં પણ ઓછા મત મેળવી શકયા હતા. જો અમે બંન્ને સાથે હોત તો બીજેપીને હરાવી શકયા હોત. નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને બીજીવાર સત્તામાં આવવાથી રોકી શકયા હોત.

(3:33 pm IST)
  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST