Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

મિઠાઇ માર્કેટ ૮૦૦૦ કરોડનું

જાણો છો! દેશમાં ૩૦,૦૦૦ રૂપિયે કિલો મિઠાઇ પણ મળે છે

સોનાના વરખવાળી મિઠાઇનો ભાવ આસમાનેઃ લેવાવાળા પણ પડયાં છે

નવી દિલ્હી તા.૨૦: મિઠાઇનું એક બોક્ષ ૨૧૦૦૦થી ૩૦,૦૦૦નું મળે એવું તમે સાંભળ્યું છે. કહેવાય નાનો પણ મોટા માર્જીનવાળો આ મીઠાઇનો ધંધો ભારતમાં ૮૦૦૦ કરોડે પહોંચ્યો છે.

બેસનના લાડુ વીથ ફ્રેન્ચ વૈરોના ચોકલેટ (દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ) અથવા કેરામેલ ભરેલો અને ખાઇ શકાય તેવી સોનાની રજવાળી પેંડો તેના ઉદાહરણ છે. આવી મોંઘી મીઠાઇઓ બનાવનાર મોટાભાગના ઉત્પાદકોએ શરૂઆત નાની નાની દુકાનોથી જ કરી હતી. આ ધંધામાં હજી પણ જૂના જમાનાના હલવાઇઓનું વર્ચસ્વ એવું ને એવું જ છે અને તેમના ગ્રાહકોમાં અંબાણીઓ પણ શામેલ છે.

દિલ્હીની ગુર-ચીનીં એ સુપર લકઝરી મીઠાઇની દુકાન છે જેમાં ૪૬ સભ્યોની ટીમ કામ કરે છે. આકાશ અંબાણી- શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગે આમંત્રિતોને ૮૦૦ બોક્ષ તેણે સપ્લાય કર્યા હતા. તેની ''સ્વર્ણ મિષ્ઠા' નામની ઇટાલીયન પીસ્તા અને સોનાના વરખમાંથી બનતી મિઠાઇનો ભાવ ૨૧૦૦૦ રૂપિયે કિલો છે.

ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નમાં દિલ્હીની ખોયા નામની દુકાનમાંથી મહેમાનો માટે ૪૦ કિલોનું ૬ અલગ -અલગ લકઝરી મીઠાઇઓનું કન્સાઇનમેટ મોકલાયું હતુ.

થાણેની પ્રશાંત કોર્નર અને લખનોૈની છપ્પનભોગ તેમની સ્પેશીયલ મીઠાઇઓ વેચવા માટે પ્રખ્યાત છે જેની કિંમત ૩૦૦૦૦ રૂપિયે કિલો હોય છે.

આના કરતાં મોંઘી મિઠાઇઓ વેચનાર પણ છે જેમાં એક નામ ગુડગાંવની બર્ફીલાનું છે જેની સ્પેશ્યાલિટી મિઠાઇમાં રાસબરી મોતીચુર લાડુ, ચોકલેટ છેન્ના લાડુ શામેલ છે.

ભારતીય લગ્નોની મોટી માંગ આ ધંધામાં મુખ્ય ગણાય છે. વેડ મ ગુડ નામની ઓનલાઇન વેડીંગ પોર્ટલના સહસ્થાપક મેહક સાગર શાહની કહે છે કે ભારતીય લગ્નોમાં લગભગ ૪૦૦ કરોડ ડોલરની મિઠાઇઓ ખવાઇ જાય છે.

(11:57 am IST)
  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST