Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને દક્ષિણ આફ્રિકામાં શ્રીરામ કથાનો પ્રારંભ

રાજકોટ તા. ર૦ :.. રવાન્ડા-આફ્રિકામાં હાલ વરસાદી મોસમમાં મોરારીબાપુ રામકથા ગાનથી શ્રોતાઓને ભિંજવશે. રવાન્ડા દેશની રાજધાની કિંગાલી નગરમાં તા. ર૦ થી તા. ર૮ દરમિયાન રામકથા યોજાનાર છે.

આફ્રિકા ખંડના રવાન્ડા દેશની રાજધાની કિગાલી નગર એ આફ્રિકાનું સૌથી સ્વચ્છ શહેર છે. શાંત, સલામત અને સાનિધ્ય માટે આ કિગાલી જાણીતું છે. સંગીત, સાંસ્કૃતિક બાબતો, સંગ્રહાલયએ વિશેષતા છે. અહીં પ્રાકૃતિક ઐતિહાસીક સંગ્રહાલય ખાસ  આકર્ષણરૂપ છે. આમ તો આ વિસ્તાર એ ગોરીલા વાનરોનો પ્રદેશ છે. રાજધાની કિગાલી એ લગભગ ૧૦૦૦ જેટલી ટેકરીઓ પર વસેલુ પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલુ શહેર છે. શહેરી સુખાકારી માટે વૈશ્વિક કક્ષાએ આ શહેર સ્થાન ધરાવે છે.

રવાન્ડા દેશ ક્ષેત્રમાં હાલ વરસાદી મોસમ ચાલી રહી છે. આ વાતાવરણમાં મોરારીબાપુ રામકથાથી શ્રોતાઓને ભિંજવશે. રવાન્ડાના સ્થાનીક ભાવિક શ્રોતાઓ ઉપરાંત ગુજરાત - ભારત તથા વિશ્વના અન્ય ભાગોના કથા રસિક શ્રોતાઓ કિંગાલી પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ કથામાં ગુજરાતમાંથી પણ અનુયાયી ભાવિકો આ બે દિવસ દરમિયાન રવાન્ડા જઇ રહ્યા છે તો કેટલાંક પહોંચી ગયા છે. અહીં આફ્રિકા ખંડમાં વિશેષ આકર્ષણરૂપ રહેલા વિશાળ વિશ્રાંતિ સભા ગૃહ ખાતે રામકથાનું આયોજન થયું છે. કિંગાલી - રવાન્ડા ખાતેની આ રામકથાનું જિવંત પ્રસારણ પણ 'આસ્થા' પર થનાર છે.

(11:56 am IST)