Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હવેથી મેડિકલ શોપ પર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના સ્થાને ફાર્મસી લખાશે

મુંબઇ તા.૨૦: છેલ્લા કેટલાંક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ફાર્માસિસ્ટની લડતનો વિજય થયો છે. ટૂંક સમયમાં ઓૈષધ અને સોૈંદર્યપ્રસાધન કાયદામાં નવી જોગવાઇ કરવામાં આવશે જે મુજબ મેડિકલ સ્ટોર્સ પર હવેથી ' કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ' ન લખતાં 'ફાર્મસી' લખાશે.

કર્ણાટક સ્ટેટ રજિસ્ટર ફાર્માસિસ્ટ એસોસિએશને ડ્રગ એન્ડ કોસ્મેટિક ૧૯૪૫ કાયદા હેઠળ દવાની દુકાનો પરનું નામ ' કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ' થી બદલીને 'ફાર્મસી' લખવામાં આવે એવી અરજી કરી હતી, જેના પગલે 'ઓૈષધવિષયક સલાહકાર સમિતિએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ સુધારાથી ફાર્માસિસ્ટનો દરજ્જો વધશે.'

મહારાષ્ટ્ર રજિસ્ટર ફાર્માસિસ્ટ અસોસિએશનના અધ્યક્ષ કૈલાસ તાંદળેએ જણાવ્યું હતંું કે ' વિશ્વભરમાં આ ફેરફાર સહર્ષ અપનાવવામાં આવ્યો છે, માત્ર ભારતમાં જ કરાયો નહોતો. છેલ્લાં કેટલાય વર્ષથી ફાર્માસિસ્ટની આ લડાઇ ચાલી રહી હતી. હવે ટૂંક સમયમાં તેને અમલમાં મૂકવામાં આવશે.'

(10:10 am IST)