Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પૂર્વા એકસપ્રેસ ટ્રેનને અકસ્માતઃ ૨૦ને ઇજા

કાનપુર નજીક ગઇ મોડી રાત્રે ટ્રેનના ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતયો

કાનપુર, તા.૨૦:  ઉત્ત્।ર પ્રદેશના કાનપુરમાં શુક્રવાર રાત્રે ટ્રેન દુર્દ્યટના સર્જાઇ હતી. હાવડાથી નવી દિલ્હી જઇ રહેલી પૂર્વા એકસપ્રેસ (૧૨૩૦૩)ના ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ દ્યટનામાં લગભગ ૨૦ લોકો દ્યાયલ થયા છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર આ દુર્દ્યટના મોડી રાત્રે ૧૨.૫૦ વાગ્યાની આસપાસ સર્જાઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની કપ્લિંગ તૂટી જવાના કારણે ટ્રેનના ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ દુર્દ્યટના રુમા નગરની પાસે સર્જાઇ છે.

ઘટના સમયે ટ્રેનની ગતી લગભગ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની હતી. કપ્લિંગ તુટી જવાના કારણે ટ્રેનનું એન્જિન અને ૫ ડબ્બા આગળ નીકળી ગયા હતા. જયારે ૧૨ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા. આ ઘટના કાનપુરથી લગભગ ૨૦ કિલોમીટર દૂર સર્જાઇ હતી.

ટ્રેન દુર્દ્યટનાની જાણકારી મળતા સ્થાનીક તંત્ર અને રેલવે તંત્ર અલર્ટ થઇ ગયા હતા. સ્થળ પર NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. રેલવે અધિકારીઓ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થયાની સૂચના મળી નથી. ૨૦ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્દ્યટના સ્થળ પર ૧૫-૨૦ એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

જો આ ટ્રેનમાં તમારો કોઇપણ પરિવારનો સભ્ય સવાર હતો અને તમે તેના વિશે જાણકારી મેળવી શકો છો. રેલવેની હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. તમે તેના પર કોલ કરી તેમારા સંબંધીની જાણકારી મેળવી શકો છો. હેલ્પલાઇન નંબર ૦૩૩) ૨૬૪૦૨૨૪૧, ૨૬૪૦૨૨૪૨, ૨૬૪૦૨૨૪૩, ૨૬૪૧૩૬૬૦.

દુર્ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાધિકારી, એસએસપી અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કાનપુરના ડીએમ વિજય વિશ્વાસ પંતે કહ્યું કે, ઇજાગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે. યાત્રિઓને લક્ષ્યસ્થાન સુધી પહોંચાડવા બસની સુવિધાઓ કરવામાં આવી છે.

રેલ મંત્રાલયની પ્રવકતા સ્મિતા વત્સ શર્માએ ANI સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સારી વાત એ છે કે આ દુર્દ્યટનામાં કોઇ જાનહાની થઇ નથી. ના કોઇને ગંભીર ઇજા પહોંચી છે. બધા યાત્રીઓ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. એકિસડેન્ટ રિલીફ ટ્રેન (ART) અને એકિસડેન્ટ રિલીફ મેડિકલ ઇકિવપ્મેન્ટ (ARME)ને ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવ્યા હતા. જે મેઇન રૂટ છે તે ટ્રેનના ટ્રેક પરથી ઉતરી જવાથી પ્રભાવિત થયો છે.

(10:09 am IST)