Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

આઝમ ખાન ગાંડાતુર

હવે મતદારોને કહ્યા 'ગદ્દાર'

લખનઉ, તા.૨૦: વિવાદો સર્જાય એવા નિવેદનો કરી ચૂંટણી પંચની સજાનો ભોગ બનીને પણ નેતાઓ પોતાના નિવેદનોથી પરત નથી ફરી રહ્યા. ઉત્ત્।ર પ્રદેશની રામપુર લોકસભા બેઠકથી સપા-બસપાના સંયુકત ઉમેદવાર આઝમ ખાને તાજેતરમાં જ જયા પ્રદા પર બિભત્સ ટિપ્પણી કરી ચૂંટણી પંચની સજાને પાત્ર બન્યા હતા. ચૂંટણી પંચે તેમને પ્રચાર કરવા પર ત્રણ દિવસનો પ્રતિબંધ લગાવ્યો હતો. જો કે. ચૂંટણી પંચના પ્રતિબંધ ખતમ થયાની સાથે જે આઝમ ખાને મુરાદાબાદમાં ચૂંટણી સભાને સંબોધતા નવો વિવાદ સજર્યો છે.

 ચૂંટણી સભા સંબોધતા આઝમ ખાને મતદાતાઓમે ગદ્દાર સંબોધ્યા હતા. જેના કારણે ફરી એક વાર તેઓ ટીકાપાત્ર બની રહ્યા છે. આઝમ ખાને સંબોધન કર્યું હતું કે, હું તમારી વચ્ચે દુખ લઇને આવ્યો છું કોઇ ફરિયાદ લઇને નહી, પોતાના લોકો વધારે દુખ આપે છે. હું કોઇ ભાષણ કરવા નથી આવ્યો, પરંતુ આગામી પરિસ્થિતિઓથી તમને ચેતવવા આવ્યો છું. તમારી વચ્ચે કેટલાક ગદ્દારો છે જે તમારા વિરુદ્ઘ એક થયા છે. એ ગદ્દારોને સમજો અને એક થઇએ. જો આ તક નિકળી ગઇ તો બીજી તક નહી મળે.

 આઝમ ખાને ચૂંટણી પંચ દ્વારા કરાયેલ પ્રતિબંધને પોતાની સાથે ક્રૂરતા ગણાવી હતી. આ માટે તેમણે જનતાને જણાવ્યું કે હું તમારો અવાજ બન્યો છું જેના કારણે મારી સાથે ક્રૂરતા કરવામાં આવી.

આઝમ ખાને  પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસ જીતી નથી રહી. તેઓ દગો કરી રહ્યા છે પરંતુ સીધી રીતે રાજનીતિ નથી કરતા. પોતાના સંબોધનમાં આઝમ ખાને કોંગ્રેસના ઉમેદવારાને પણ નામ લીધા વિના ગદ્દારો સંબોધ્યા હતા.

(10:09 am IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST