Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમારી સરકાર સત્તા પર આવશે તો વેપારીઓને કંઇપણ ગિરવે મુકયા વિના ૫૦ લાખની લોન, ક્રેડિટ કાર્ડ અને પેન્શન આપવામાં આવશેઃ મોદી

નવી દિલ્હી તા.૨૦: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે દિલ્હીમાં વેપારીઓના એક સંમેલનને સંબોધતાં જણાવ્યું હતું કે ' ભાજપ પ્રણિત રાષ્ટ્રીય જનતાંત્રિક મોરચાની સરકાર સત્તા પર આવશે તો વેપારીઓને કંઇપણ ગિરવે મૂકયા વિના પચાસ લાખ રૂપિયાની લોન, ક્રેડિટ કાર્ડ ફેસિલિટી તેમજ પેન્શનની સુવિધાઓ આપશે. અમારી સરકારે ૧૫૦૦ જેટલા જૂનવાણી કાયદાને રદ્દ કરીને વેપારીઓ માટે ધંધાકીય પ્રવૃતિ અને જીવનવ્યવહાર સરળ બનાવ્યો છે.'

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ' દેશના સારા-નરસા સમયગાળા દરમ્યાન વેપારીઓ અર્થતંત્રને નવી ઊંચાઇ સુધી લઇ જવામાં વેપારીઓનો ફાળો મહત્વપૂર્ણ રહેશે. કોંગ્રેસે ૭૦ વર્ષના શાસનમાં વેપારી સમુદાયનું ફકત અપમાન કર્યું છે. એમણે વેપારી સમુદાયના અર્થતંત્રને પ્રદાનનો મહિમા સમજાવ્યો કે જાણ્યા વગર વેપાર તથા ઉદ્યોગ-ધંધાના વ્યવસાયિકોને ' ચોર' કહ્યા છે.'

(10:08 am IST)