Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

અમેરિકામા કોલ સેન્ટર કૌંભાંડ આચરવા બદલ ર૭ વર્ષીય ભારતીય યુવકને ૮ વર્ષની જેલસજાઃ ૮૦ હજાર ડોલરનો દંડઃ ફલોરીડા કોર્ટનો ચુકાદો

મેરિકાના ફલોરિડાની ફેડરલ કોર્ટએ  કોલ સેન્ટર કૌભાંડ આચરવાના આરોપસર ર૭ વર્ષના ભારતીય યુવાન હેમલકુમાર શાહને ૮ વર્ષ અને ૬ માસની જેલસજા ફરમાવી છે. તથા ૮૦ હજાર ડોલરનો દંડ કર્યો છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

ભારતીય કોલ સેન્ટર સાથેની મિલીભગતથી તેણે ર૦૧૪ થી ર૦૧૬ ની સાલ દરમયાન ષડયંત્ર આચર્યાનો આરોપ હતો તથા અમેરીકન નાગરીકો પાસેથી વાયર ફ્રોડ દ્વારા નાણા પડાવ્યા હતા. જે અંગે જાન્યુઆરી માસમાં તેણ કબુલાત કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ ષડયંત્રના અન્ય બે આરોપીઓને સજા ફરમાવાઇ ચુકી છે. જે પૈકી ગયા મહિને ભારતીય મૂળના નિશીતકુમાર પટેલને  ૮ વર્ષ અને ૯ મહીનાની જેલ તથા દંડ થયો હતો.  તેવો ચુકાદો આપ્યો હતો જો કે તેમણે સેશન કોર્ટએ ફરમાવેલી ૧૦ વર્ષની સજા ઘટાડીને સાત વર્ષની કરી આપી હતી તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

 

(11:17 pm IST)