Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

હેરી એસ. ટ્રુમન સ્કોલરશીપઃ અમેરિકાની કોલેજોમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસને લીડરશીપ ક્ષેત્રે પ્રોત્સાહીત કરવા અપાતી સ્કોલરશીપઃ દેશની પ૮ કોલેજોમાંથી પસંદ કરાયેલા ૬ર સ્ટુડન્ટસમાં સ્થાન મેળવતા પાંચ ઇન્ડિયન અમેરિકન યુવક યુવતિઓ

યુ.એસ.માં પબ્લીક સર્વિસ લીડર્સને પ્રોત્સાહન આપવા માટે હેરી એસ. ટ્રુમન સ્કોલરશીપ ફાઉન્ડેશન દ્વારા ર૦૧૯ ની સાલ માટે પસંદ કરાયેલા દેશની પ૮ કોલેજો તથા યુનિવર્સિટીઓના ૬ર સ્ટુડન્ટસમા પાંચ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન હાંસલ કર્યુ છે.

આ પાંચ ઇન્ડિયન અમેરિકન કોલેજ  સ્ટુડન્ટસમાં યુનિવર્સિટી ઓફ નોટ્રે ડેમે માં પોલીટીકલ તથા કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતા પ્રથમ જુનેના યુનિવર્સિટી ઓફ એરિઝોનામા હેલ્થ સિસ્ટમ થિયરીનો અભ્યાસ કરતા અભિજય મુરૃગેસન યુનિવર્સિટી ઓફ શિકાગોમાં પબ્લીક પોલિસીનો અભ્યાસ કરતા વિવેક રામક્રિષ્નન, રૃટગર્સ યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્સનો અભ્યાસ કરતી યુવતિ આશા શેખ, તથા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સિટીમા બાયો એનજીનીયરીંગ ગ્લોબલ હેલ્થ એન્ડ કેમીસ્ટ્રીનો અભ્યાસ કરતી યુવતિ ક્રિતીકા સિંઘનો સમાવેશ થાય છે.

સ્કોલરશીપ માટે પસંદ થયેલા તમામ સ્કોલર્સને ગ્રેજયુએશનના અભ્યાસ માટે ૩૦ હજાર ડોલરની સ્કોલરશપી અપાશે. તથા આગળ ઉપરના અભ્યાસ માટે તેઓને પ્રથમ પસંદગી  અપશો તથા લીડરશીપ ટ્રેનીંગ માટે વધારાની સહાય અપાશે.

(8:34 am IST)