Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ર૦ર૦ ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસને IMPACT FUND નું સમર્થનઃ પ્રજાની સલામતી તથા હકકોના રક્ષણ માટે કાર્યરત ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા સેનેટરને સમર્થન આપવા બદલ ગૌરવ વ્યકત કરતા કો-ફાઉન્ડર શ્રી રાજ ગોયલ

અમેરિકામાં ર૦ર૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર તથા સૌથી વધુ હોટ ફેવરીટ ગણાતા પ્રથમ ૧૦ ઉમેદવારો માંહેના એક ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરીસને IMPACT FUND એ સમર્થન ઘોષિત કર્યુ છે.

કેલિફોર્નિયા ડીસ્ટ્રીકટ સેનેટર તરીકે ચુંટાઇ આવેલા સુશ્રી હેરીસએ પ્રેસિડન્ટ પદ માટે તેઓને મળેલા IMPACT FUND ના સમર્થનને બહુ મોટી બાબત ગણાવી છે. તેમણે જણાવ્યુ હતું કે આપણે સત્ય અને ન્યાય માટે લડત ચલાવી રહ્યા છીએ તથા હેલ્થકેર માટે લોકોએ ખર્ચવી પડતી મોટી રકમ બચાવવા માગીએ છીએ.

ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોને સમર્થન આપતા IMPACT FUND  ના કો-ફાઉન્ડર શ્રી રાજ ગોયલએ સુશ્રી કમલા હેરીસને સમર્થન આપવા બદલ ગૌરવ વ્યકત કર્યુ હતુ. કારણ કે પ્રજાની સલામતિ તથા હકકોના રક્ષણ માટે સુશ્રી હેરીસનું બહુ મોટું યોગદાન છે તેવું તેમણે જણાવ્યું હતુ.

(11:13 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • RBIની મોટી સ્પષ્ટતા : વ્યવસાયિક બેંકોમાં 5 દિવસજ કામકાજ થશે તેવા અહેવાલો સદંતર ખોટા : RBIએ સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે આવા કોઈ આદેશ RBIએ નથી બહાર પાડ્યા. access_time 10:51 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST