Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

તરૂણ ક્યાં ગયો અે અમને ખ્યાલ નથી, ૧પ દિવસથી અમારો તેની સાથે સંપર્ક નથી, ૪ વર્ષથી અલગ રહે છેઃ હાર્દિક પટેલને લાફો ઝીંકનારના પિતા મનુભાઇ ગજ્જરનું નિવેદન

સુરેન્દ્રનગર :હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

તરુણ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 2015માં સભા કરી. પાટીદાર સમાજ માટે સારું કર્યું. તે વખતે અમારે હોસ્પિટલ સુધી પહોંચવામાં બહુ તકલીફ પડી હતી. હાર્દિક ગમે ત્યારે ગુજરાત બંધ કરાવે, ગમે ત્યાં તકલીફ કરાવે, નાતજાતનું કરાવે. જેનાથી લોકો હેરાન થાય છે. 14 પાટીદાર શહીદ થયા. એ પાટીદાર સમાજ માટે કલંક કહેવાય. અમે કેટલા હેરાન થયા. હાર્દિક પટેલ ગુજરાતનો હિટલર હોય તેવુ શાસન કરવા માંગે છે. પણ આમ પબ્લિકનું શું થાય.

તરુણ મિસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક કહે એટલું જ થાય ગુજરાતમાં. એના સમાજમાં કેવા સારા સારા લોકો છે. એ પોતાને ગુજરાતનો હિટલર સમજે છે. મને હાર્દિક પ્રત્યે કંઈ જ નથી. હાર્દિકના વિચારો બાળકોને, છોકરાઓને ગેરમાર્ગે દોરે તેવા છે. તેથી તેનો વિરોધ છે. મારા છોકરાને તકલીફ પડે એટલે આવુ કર્યું. આ કામ મેં જાતે કર્યું છે. આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.

તરુણ મિસ્ત્રીના પિતાએ શું કહ્યું...

હાર્દિક પટેલને તમાચો મારવાર તરુણ મિસ્ત્રીના પિતા મનુભાઈ ગજ્જરે મીડિયા સાથે વાત કરી હતી. તેમણએ કહ્યું કે, તરુણ ત્યાં ગયો એ અમને ખ્યાલ નથી. 15 દિવસથી અમારો તેની સાથે કોઈ સંપર્ક નથી. તે છેલ્લા ચાર વર્ષથી તે અલગ રહે છે. તે કોઈ પક્ષ માં જોડાયો છે તેનો અમને ખ્યાલ નથી. તે ભાજપ સાથે સંકળાયેલો છે તેવી વાત મળી હતી

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ આજે સુરેન્દ્ર નગરના વઢવાણમાં જાહેર સભાને સંબોધી રહ્યો હતો. ત્યારે અચાનક એક તરુણ ગજ્જર સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિક પટેલના જમણા ગાલ પર તમાચો માર્યો હતો. આ ઘટનાથી હાર્દિક પટેલ પહેલા તો એકદમ ડઘાઈ ગયો હતો, પણ બાદમાં બધાએ તરુણને પકડી લીધો હતો. આ બાદ યુવક અને લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘટના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને સાઈડ પર લઈ ગયા હતા. આ યુવકને સભામાં પાછળ લઈ જઈને ઢોર માર મરાયો હતો. યુવકને એટલી હદે માર મરાયો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા, અને તે નગ્ન અવસ્થામાં આવી ગયો હતો. તેને નગ્ન અવસ્થામાં જ પોલીસની ગાડીમા બેસાડાયો હતો.

(12:00 am IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • જામનગર ભાજપના મીડિયાસેલના સભ્ય અને સાંસદ પૂનમબેન માડમના પિતરાઈ ભાઈ નીતિન માડમ કોંગ્રેસમાં જોડાયા. ભાજપમાં ભૂકંપ : ધારાસભ્ય વિક્રમ માડમ અને ચિરાગ કાલરીયાની ઉપસ્થિતમાં રોડ શો દરમિયાન નીતિન માડમ કોંગ્રેસના પ્રચારમાં પણ જોવા મળ્યા. : તસવીર: કિંજલ કારસરીયા, અહેવાલ: મુકુંદ બડીયાણી, જામનગર. access_time 8:34 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST