Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિથી ભારતને ફાયદો :ડ્રોન ખરીદવા સરળ બનશે

 

વોશિંગ્ટન : અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સરકારી એજન્સીઓને વિદેશમાં ઝડપથી હથિયારોનાં વેચાણને વિસ્તાર આપવાનું સૂચના  મનાતી ટ્રમ્પની નવી નીતિથી ભારતને ફાયદો થશે નવી નીતિમાં સહયોગી દેશોની સેનાઓને એડવાન્સ ડ્રોનનાં નિકાસની વાત પણ કરવામાં આવી છે. વાઇટ હાઉસનાં હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર ભારત જેવા દેશો માટે પ્રકારનાં પગલાઓ ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે

  વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે જણાવ્યું કે, ટ્રમ્પે અમેરિકામાં બનેલ માનવરહિત એિયલ સિસ્ટમનાં નિકાસ માટે નવી કેન્દ્રીય નીતિ બનાવવાની વાત કરી છે. પગલું ભારત જેવા દેશો માટે ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ભારત મોટુ ડિફેન્સ પાર્ટનર હોવાનાં કારણે અમેરિકામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને સર્વેલાન્સ ડ્રોનસ ખરીદવા માટેનું આયોજન કરી રહ્યું છે

   ભારતીય સેનાએ આગામી 10 વર્ષમાં 400 ડ્રોનની માંગ કરી છે, તેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ થનારા રિમોટ પાયલેટેડ એરક્રાફ્ટની સાથે સાથે હાઇ એનર્જી લેજર અને હાઇ પાવર માક્રોવેવ્સની ક્ષમતાવાળા એનર્જી હથિયારોનો પણ સમાવેશ થાય છે. હથિયાર દુશ્મનનાં કોઇ પણ લક્ષ્ય અને સેટેલાઇટને તબાક કરવામાં ખુબ કારગત છે

   સંરક્ષણ મંત્રાલયે નવી ટેક્નોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2018માં એવી ઘણી સૈન્ય ક્ષમતાઓની વાત કરવામાં આવી છે, જેથી 2020 સુધી દેશની આક્રમક અને સંરક્ષણ સૈન્ય જરૂરિયાતો અંગે માહિતી આપવામાં આવી શકે. સેન્ડર્સે ગુરૂવારે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નેશલ સિક્યોરિટી પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં નવા કન્વેન્શનલ આર્મ્સ ટ્રાન્સફર પોલિસીને માન્યતા અપાઇ છે. નવી સીએટી પોલીસી રાષ્ટ્રપતિની નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજીમાં તેમની પ્રાથમિકતાઓ દર્શાવે છે. જેનાં હેઠળ તમામ અમેરિકી સરકારી એજન્સીઓ પ્રસ્તાવિત હથિયારોનાં ટ્રાન્સફરની સમીક્ષા અને તેમનું મુલ્યાંકન કરશે અને અમેરિકી કંપનીઓ દ્વારા વાણિજ્યિક સંરક્ષણ વેચાણને મંજુરી આપશે.

(12:41 am IST)