Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

આધારકાર્ડ ડેટાને સુરક્ષિત રાખવા માટે QR કોડ લાવવામાં આવશે

નવી દિલ્‍હીઃ આધારકાર્ડના ડેટાની સુરક્ષાને લઈ સળંગ પ્રશ્ન ઉઠી રહ્યા હતા. આ બધા વચ્ચે, કેન્દ્ર સરકારે આદારકાર્ડના ડેટાને સેફ રાખવા માટેની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. આધારની નોડલ એજન્સિ UIDAI એક અપડેટેડ QR કોડ લઈને આવી છે. આ QR કોડમાં નામ, સરનામું, ફોટો અને જન્મ તારીખ જેવી ડિટેલ્સ હશે. આ કોડનો ઉપયોગ 12 ડિઝિટવાળી આધારનંબર વગર ઓફલાઈન યૂજર્સ વેરિફિકેશન માટે કરી શકાશે. આગળની સ્લાઈડમાં જાણો કે આનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકશો.

મામ પ્રકારના કામકાજ માટે આધાર જરૂરી હોવાના કારણે QR કોડ ઘણો ફાયદાકારક રહેશે. નવો QR કોડ ફોટો સાથે આવશે અને તેનો ઉપયોગ તમે ઓફલાઈન મોડમાં કરી શકશો. આ તમારા દસ્તાવેજમાં થતી કોઈ પણ પ્રકારની ગડબડીને બચાવશે.

આધાર રાખનાર વ્યક્તિ UIDAIની વેબસાઈટ અથવા પોતાના મોબાઈલ એપથી QR કોડ દ્વારા પોતાના બાયોમેટ્રિક આઈડીને ડાનલોડ અને પ્રિંટ કરી શકશે. QR કોડ બારકોડ લેવલનું જ એક રૂપ છે, જેમાં વાંચી શકાય તેવી ઈન્ફોર્મેશન હશે.

UIDAIનું કહેવું છે કે, QR કોડ આધાર કાર્ડના વેરિફિકેશનને સરળ બનાવી દેશે. પરંતુ સાથે તેવું પણ કહેવામાં આવ્યું છે કે, વેરિફિકેશન કરતા સમયે સંબંધિત વ્યક્તિની પ્રમાણિકતા માટે ફોટોને તેના ચહેરા સાથે મેળ કરવો પડશે.

કોઈ પણ વ્યક્તિ નવા QR કોડ સાથે પ્રિંટઆઉટનો ઉપયોગ કરીને પોતાની ઓળખનું પ્રમાણ રજુ કરી શકે છે.

(5:48 pm IST)