Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

CBSE: પેપરમાં ટાઇપો એરરને કારણે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને મળશે એકસ્ટ્રા ૨ ગુણ

નવી દિલ્હી તા. ૨૦ : અંગ્રેજીનું પેપર આપનારા ધો. ૧૦ના વિદ્યાર્થીઓને CBSE દ્વારા સૌથી મોટી રાહત આપી છે. અંગ્રેજીમાં જે રીતે પશ્નમાં ટાઇપિંગની ભૂલના મામલો સામે આવ્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને ૨ અંક આપવામાં આવશે. ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક અરજીના માધ્યમથી બોર્ડને તેની ફરિયાદ કરી હતા. ૧૨ માર્ચના થયેલા પેપર કમ્પ્રેહેન્શન પેસેજ સેકશનમાં ઘણી ભૂલો હતી.

શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજીની મદદથી CBSEને તેની ફરિયાદ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, તેમણે આ અરજીમાં કહ્યુ હતુ કે, પરીક્ષા દરમિયાન ઘણા શબ્દોને વાંચવા માટે વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લાગી રહ્યુ હતુ કે, 'તેમાં ઘણી ભૂલો છે.'

CBSEના સૂત્રોએ જણાવ્યું છે કે, વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, 'પ્રશ્નપત્રમાં ટાઇપિંગ એરર હતી અને બોર્ડનું કર્તવ્ય છે કે કોઇ પણ વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન સમસ્યાનો સામનો ન કરવો પડે. માર્કિંગ સ્કીમનો નિર્ણય વિદ્યાર્થીઓને ફાયદો થશે અને જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા, તેમણે ૨ અંક વધારે આપવામાં આવશે.' તમને જણાવી દઇએ કે, CBSEની ૧૦ અને ૧૨ કલાસની પરીક્ષા ૫ માર્ચના શરૂ થઇ હતી જે ૨૫ એપ્રિલે પૂરી થશે.(૨૧.૨૫)

 

(4:22 pm IST)