Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

૪૦ વર્ષ પહેલાં ગુમ થઇ ગયેલાભાઇ યુટયુબની મદદથી પરિવારને મળ્યા

ગૌહાટી, તા.૨૦: મણિપુરના ૬૬ વર્ષના એક ભાઇ ૪૦ વર્ષ પહેલા ગુમ થઇ ગયા હતા. તાજેતરમાં  આ ભાઇ પોતાના પરિવારને મળી શકયા એનું નિમિત બન્યા  તેમનો હિન્દી ગીતો પ્રત્યેનો પ્રેમ અને યુટયુબ. ખોમદાન સિંહ જયારે ઇમ્ફાલ શહેરના પોતાના ઘરેથી નીકળી ગયેલા ત્યારે તેની ઉમંર ૧૬ વર્ષની  હતી. આ દરમ્યાન ૪૦ વર્ષ સુધી તેના પરિવારનોને ખબર જ જહતી ખોમદાન સિંહ કયાં છે. મુંબઇમાં રહેતા ફિરોઝ શાકિરને ખોમદાન મુંબઇની સડકો પર ભટમતા જોવા મળ્યા હતા. શાકિરને જયારે ખબર પડી કે આ ભાઇને હિન્દી ગીતો ગાતા હોય એવો વિડિયો બનાવ્યો અને નવેમ્બર મહિનામાં  યુટયુબ પર અપલોડ કરી દીધો. આ કિલપમાં ખોમદાને પોતાની ઓળખાણ મણિપુરના નિવાસી હોવાની બતાવી. બીજી તરફ ઇમ્ફાલમાં ખોમદાનના પરિવાર પાડોશીઓએ સફેદ વાળ અને દાઢીવાળાભાઇ ગીતો ગાતા હોય એવો આ વિડિયો જોયો. આ જ પેલો ખોવાયેલો ખોમદાન હોઇ શકે છે એમ વિચારીને પાડોશીએ તેના પરિવારનોને જાણ કરી. પરિવારે ઇમ્ફાલ પોલીસને અને ત્યાંની પોલીસે મુંબઇ પોલીસને સંપર્ક કર્યો. બસ, પોલીસે બાંદરા રેલવે-સ્ટેશન પાસે ખોમદાનને ખોળી કાઢયો. હવે તેનો પરિવાર ઇમ્ફાલથી મુંબઇ મળતા આવી રહ્યો છે.(૨૨.૧૦)

 

(4:18 pm IST)