Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જેમનો પહેલો પગાર રૂ. ૨૫૦ હતો તેમનું આજે પેન્શન ૧ લાખ રૂપિયા !!

૧૯૮૪માં નિવૃત થયેલા વિજ અધિક્ષકને ૧ લાખ ૩૦ હજાર પેન્શન અને હાલના અધિક્ષકનો પગાર ૯૦ હજાર !!

ગોરખપુર, તા. ૨૦ :. જેમનો પહેલો પગાર માત્ર ૨૫૦ રૂપરડી હતી તેવા વયોવૃદ્ધ પેન્શનરોનું પેન્શન જ આજે રૂ. ૧ લાખ કે તેનાથી વધુ છે. જે આજના વર્તમાન અધિકારીઓના પગાર કરતા વધુ છે. હિન્દુસ્તાન નેટવર્કના આશીષ શ્રીવાસ્તવે ટ્રેઝરી ઓફિસમાંથી વાસ્તવિક આંકડાઓ મેળવીને રસપ્રદ વિગતો વર્ણવી છે.

૯૦ વર્ષની ઉંમર વટાવી ચુકેલા તમામ પૂર્વ અધિકારીઓ તથા કલાસવન અધિકારીઓના પેન્શનના આંકડા અચરજ પમાડે તેવા છે.

૧૯૮૪માં રીટાયર્ડ થયેલ બિહાર વિજ કચેરીના અધિક્ષકને પ્રથમ પગાર ૨૫૦ રૂપિયા મળ્યો હતો. આજે ૧,૩૦,૦૦૦ પેન્શન મેળવે છે જે આજની તારીખે એ જ પોસ્ટ ઉપર ફરજ બજાવતા વિજ કચેરી અધિક્ષકના પગાર કરતા કયાંય વધુ છે.

પોતાના અંગત કારણોસર પોતાની ઓળખ જાહેર કરવાનો નનૈયો ભણનાર આ નિવૃત વરીષ્ઠ અધિકારી જુનીયર એન્જીનીયર તરીકે વિજ વિભાગમાં ૧૯૪૮માં જોડાયા હતા અને તેમને પ્રથમ પગારરૂપે રૂ. ૨૪૯ અને ૬૫ પૈસા મળ્યા હતા.

ગોરખપુરના મુખ્ય ટ્રેઝરી અધિકારી નંદકિશોરધર દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે એવા કેટલાય પેન્શનર છે જેમને પહેલો પગાર મળ્યો હતો તેનાથી સો-બસ્સો ગણુ નહીં પરંતુ ચારસો ગણુ પેન્શન મળે છે.

ગોરખપુર તિજોરી કચેરીના જ આંકડા જોઈએ તો હાલમાં ત્યાં ૩૩ હજાર પેન્શનર છે. તેમાથી એક હજાર પેન્શનર એવા છે જેમની ઉંમર ૯૦ વર્ષથી વધુ છે જ્યારે ૪૦૦૦ પેન્શનર ૭૦  વર્ષથી વધુ વયના છે.

આવા પેન્શનરો જો ઈચ્છે તો પોતાના પેન્શનનો ત્રીજો ભાગ સરકારને વેચી શકે છે અને એક સાથે પેન્શન લઈ શકે છે. ૧૫ વર્ષ પછી જો તેઓ જીવીત હોય તો આ વેંચેલ હીસ્સો તેમની પેન્શનમાં ફરીથી જોડાઈ જાય છે. જેથી ૭૫ વર્ષની ઉંમર પાર કરનારાઓનું પેન્શન અન્ય પેન્શનરો કરતા વધુ હોય છે.

આરોગ્ય વિભાગને હીસાબી અધિકારીના હોદા ઉપરથી સેવા નિવૃત થયેલા એક પૂર્વ હિસાબી અધિકારીનું પેન્શન ૯૧ હજાર રૂ. છે. વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૮૦મા નિવૃત થયેલા રામચરણ ગુપ્તા હાલમા ૯૨ હજાર પેન્શન લ્યે છે. જેમનો પ્રથમ પગાર ૨૬૦ રૂ. હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૭ મા પગાર કમિશન પંચ બાદ ઓછામાં ઓછુ પેન્શન ૯ હજાર નક્કી કરેલ છે અને વધુમાં વધુ પેન્શનની મર્યાદા ૧ લાખ ૧૦ હજારની રખાઈ છે.

ગુજરાતના કોંગી ધારાસભ્યોને  'સાચવાનાર'ની સંપત્તિમાં  ૬૦૦ કરોડનો વધારો

*ગુજરાતમાં રાજયસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ૪૩ ધારાસભ્યોને બેંગ્લોરમાં ''સાચવી લેનાર'' કોંગી નેતા ડો. શિવકુમારની સંપત્તિમાં ૬૦૦ કરોડનો વધારો થયો છે

* તેમની પાસે ર૦૧૩માં રૂ. રપ૧ કરોડ હતી, વર્તમાન સંપતિ રૂ. ૮૪૦ કરોડ થઇ છે.

(4:17 pm IST)