Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

બાળકી સાથે બળાત્કાર કેસમાં મોતની સજાઃ પોસ્કોમાં સંશોધન

સુપ્રિમમાં કેન્દ્રનો જવાબઃ એકટમાં સંશોધન કરી રહ્યા છીએઃ ૨૭મીએ વધુ સુનાવણી

નવી દિલ્હી તા. ૨૦ : કેન્દ્ર સરકાર પોકસો એકટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરવા પર વિચાર કરી રહી છે. સુપ્રિમ કોર્ટને જવાબ આપતા સરકારે જણાવ્યું કે, તે પોકસો એકટમાં સંશોધનની તૈયારી કરી રહી છે. આ એકટમાં ફેરફાર બાદ ૦-૧૨ વર્ષની બાળકી સાથે રેપ કરવાના મામલે મોતની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે. આ મામલાની આગળની સુનાવણી ૨૭ એપ્રિલે નક્કી કરવામાં આવી છે. મળતી

માહિતી અનુસાર પોકસો એકટમાં સંશોધનને લઈ સુપ્રિમ કોર્ટમાં અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકારને પુછ્યું કે, તમારી સરકાર બાળકીઓ પર થઈ રહેલ રેપ મુદ્દે કાયદામાં શું ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો. આ પ્રશ્ન પર સરકારે કહ્યું કે પોકસો એકટમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સંશોધન બાદ ૦ થી ૧૨ વર્ષની બાળકી સાથે રેપ અને અપરાધ મામલામાં હવે મોતની સજાની જોગવાઈ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં બાળકી પર થઈ રહેલ રેપ અને અત્યાચાર મામલે અત્યારે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દેશમાં કઠુઆ, ઉનવા અને સુરત બાળકી રેપ મામલે હાહાકાર મચી ગયો હતો, દેશમાં બાળકી સાથે જનન્ય અપરાધ મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

બાળકી સાથે રેપ કરનાર હવસખોરોને કડકમાં કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે, આ બદા વચ્ચે સુપ્રિમમાં કેન્દ્ર સરકારે પોકસો એકટમાં ફેરફાર કરવાની વાત કરી છે. આ કાયદો બનતા બાળકી સાથે બળાત્કાર કે અપરાધ કરનારને હવે મોતની સજાનો કાયદો બનતા જરૂરથી બાળકી સાથે આવું કૃત્ય આચરવાની ઘટનામાં ઘટાડો થાય તેવી સંભાવના છે.(૨૧.૨૭)

(4:16 pm IST)