Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

દીપિકા પાદુકોણ,વિરાટ કોહલી અને ઓલાના કો-ફાઉન્ડર ૧૦૦ પ્રભાવશાળીઓની યાદીમાં

ન્યુયોર્ક તા.૨૦: અમેરિકાના વીકલી ન્યુઝ-મેગેઝિન 'ટાઇમ' દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતી સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોની યાદીમાં આ વર્ષે બોલીવુડ-એકટ્રેસ દીપિકા પાદુકોણ, ભારતના ક્રિકેટ-કેપ્ટન વિરાટ કોહલી તથા ઓલાના કો-કાઉન્ડર ભાવિશ અગરવાલે સ્થાન મેળવ્યું છે. ભારતીય મૂળના માઇક્રોસોફટના ચીફ એકિઝકયુટિવ ઓફિસર સત્યા નદેલા પણ આ વર્ષે વિશ્વની પ્રભાવશાળી વ્યકિતઓની યાદીમાં સમાવિષ્ટ થયા છે. 'xXx: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ'માં સાથે કામ કરનાર વિન ડીઝલે દીપિકાનો પ્રોફાઇલ લખ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલીનો પ્રોફાઇલ લેજન્ડરી ક્રિકેટર સચિન તેન્ડુલકરે અને ઓલાના કો-ફાઉન્ડર ભાવિશ અગરવાલ માટે ફિલપકાર્ટના સચિન બંસલે લખ્યું હતું.

(4:16 pm IST)