Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પ.બંગાળમાં અડ્ડો જમાવનાર રોહિંગ્યા મુસ્લિમો રાષ્ટ્ર માટે ખતરો

મમતા સરકાર ગંભીર બની નથીઃ કેન્દ્રિય એજન્સીનો ગંભીર રિપોર્ટ

કોલકત્તા તા. ૨૦ : પશ્ચિમ બંગાળના સાઉથ ૨૪ પરગણા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમો દેશની સુરક્ષા માટે ખતરો બને તેવી શકયતા છે. કેન્દ્રીય એજન્સીઓનું કહેવું છે કે રોહિંગ્યા પશ્યિમ બંગાળ સરકારની જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે અને તેને કારણે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને પ્રોત્સાહન મળે છે.

એજન્સીઓનું કહેવું છે કે રોહિંગ્યાની ઓળખ કરવામાં પશ્ચિમ બંગાળની સરકાર ગંભીર દેખાતી નથી. એક ગુપ્તચર અધિકારીનું કહેવું છે કે બાંગ્લાદેશની નજીકના જિલ્લાઓ હરદહા, રઈપુર વિસ્તારમાં ૧૩૦દ્મક વધુ રોહિંગ્યા પરિવારો ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. જો કે કેન્દ્ર સરકારે તમામ રાજય સરકારોને એડવાઈઝરી આપીને પ્રત્યાર્પિત કરી શકાય તેવા લોકોની ઓળખ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

અધિકારીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ પણ પશ્ચિમ બંગાળની સરકાર ભારતીય ક્ષેત્રમાં રોહિંગ્યાઓના ગેરકાયદેસર પ્રવેશ પર નજર રાખવાને લઈને ગંભીર નથી. સરહદ પાર રોહિંગ્યાના કેમ્પ બનવાની બાબતને પણ સુરક્ષા માટે ખતરારૂપ ગણાવવામાં આવી છે. તેની સાથે માનવ તસ્કરીને પ્રોત્સાહન મળવાની શકયતા સાથે રોહિંગ્યા મુસ્લિમોના ગેરકાયદેસર પ્રવેશમાં વધારાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. રોહિંગ્યાની ઘૂસણખોરીને કારણે બરૂઈપુરના સ્થાનિક લોકોમાં ગુસ્સો હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે અહીં બનેલે કેમ્પોને કોલકત્ત્।ા ખાતેની એક એનજીઓ દેશ બચાવો સામાજિક કમિટી તરફથી મદદ પણ મળી રહી છે. આ એનજીઓનું સંચાલન કોલકત્તાના હુસૈન ગાઝી કરે છે. એનજીઓને કથિતપણે હૈદરાબાદ ખાતેના એક ચેરિટી સંગઠન દ્વારા ફંડિંગ મળી રહ્યું છે. સલામાહ નામના આ સંગઠન તરફથી ગાઝીને ચાર લાખ રૂપિયાની રકમ રોહિંગ્યાને વસાવવા માટે આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓનું આકલન છે કે જિલ્લામાં સત્ત્।ાધારી તૃણમૂલ કોંગ્રેસના નેતા રોહિંગ્યાને ગેરકાયદેસર રીતે વસવાટ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે સરકારી જમીનો પર આ કેમ્પોનું બનવું ચિંતાની બાબત છે. મહત્વપૂર્ણ છેકે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી રોહિંગ્યાઓની મદદની અપીલ કરીને પોતાના નરમ વલણને ઉજાગર કરી ચુકયા છે.(૨૧.૨૪)

(2:34 pm IST)