Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

'ફોર્ચ્યુન'ની વર્લ્ડસ ગ્રેટેસ્ટ લીડર્સની યાદીમાં મુકેશ અંબાણી અને બાલકૃષ્ણ દોશીનો સમાવેશ

ભારતની ત્રણ હસ્તીને ફોર્ચ્યુનની યાદીમાં સમાવેશ

નવી દિલ્હી : 'ફોર્ચ્યુન' મેગેઝિનની વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ૨૦૧૮ની યાદીમાં દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણી, માનવાધિકાર માટે લડી રહેલા એડવોકેટ ઇન્દિરા જયસિંગ તેમજ હાલમાં જ પ્રિટ્ઝકર પુરસ્કાર મેળવનારા આર્કિટેકટ બાલકૃષ્ણ દોશીને પણ સ્થાન મળ્યું છે. આ યાદીમાં વિશ્વભરના કુલ ૫૦ લોકોનો સમાવેશ કરાય છે. આ યાદીમાં પહેલા અને બીજા નંબરે બિલ અને મેલિન્ડા ગેટ્સ, જયારે ત્રીજો ક્રમ જાતીય શોષણ સામે ચાલેલા 'મી ટુ' અભિયાનને અપાયો છે.

(12:51 pm IST)