Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રાહુલનું ટ્વિટઃ ભાજપવાળા પણ જાણે છે ભાજપાધ્યક્ષની કુંડળીઃ સત્ય છોડશે નહીં

નવી દિલ્હી તા. ૨૦ : સર્વોચ્ચ અદાલતે ગઇકાલે સીબીઆઈના વિશેષ જજ લોયાના કથિત રહસ્મય મોતમાં SITથી તપાસની માંગને રદ કરી દીધી છે. જજ લોયા સૌહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસની સંભાળી રહ્યા હતા. અરજીમાં કોઈ દમ ન હોવાની વાત કરી ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જજ ખાનવિલકર અને ચંદ્રચુડની બેન્ચે કીધુ કે જજ લોયાની મોત કુદરતી રીતે થઈ છે. જજ ચંદ્રચુડે ફેસલો સંભળાવતા કહ્યુ કે PIL કરવાના તરીકાને લઈને નારાજગી જતાવી હતી.

વિપક્ષે સીધી રીતે કોઈ ફેસલા પર કોઈ પ્રતિક્રીયા આપી ન હતી, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈશારામાં ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ઉપર નિશાન સાધેલ. રાહુલે એક ટ્વીટમાં કીધુ કે 'ભારતીયો બહુ જ બુદ્ઘિશાળી છે. વધારે પડતા, જેમાં ઘણા ભાજપના પણ છે, ભાજપાધ્યક્ષની સચ્ચાઈ ઓળખે છે. તેમના જેવા લોકોને પકડવા માટેના સચાઈનો એક અનોખો તરીકો છે.'

ફેસલો આવવા પછી ભાજપની તરફથી કેટલાય ભાષણો આવ્યા હતા. પાર્ટીએ કીધુ હતુ કે આ અરજી પાછળ રાહુલ ગાંધીનો હાથ છે. ફેસલો આવાના થોડાક જ સમયમાં ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કીધુ કે અરજીને રાજનિતીક એજન્ડાની સાથે દાખલ કરવામાં આવ્યુ હતુ. તેમને કહ્યુ કે 'થોડાક સમય માટે ઘણા લોકોએ કોર્ટનું રાજનિતીકરણ કરવાના પ્રયાસો છે. અદાલતે જજ લોયાની મોત પર SITની તપાસની માંગ કરનારાઓને ફટકાર લગાવી છે.'

પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કીધુ હતુ કે ૧૨ જાન્યુઆરી ૨૦૧૮એ કોણે પ્રેસ મીટ કરી હતી? તે રાહુલ ગાંધી હતા. ભાજપ પ્રવકતાએ કીધુ કે આ મામલે દરેક અરજી રાજનિતીક રૂપથી પ્રેરિત છે અને અમિતભાઇની ઈમેજ બગાડવાનો પ્રયાસ છે. આજે રાહુલ ગાંધીને સુપ્રિમ કોર્ટે જડબાતોડ જવાબ આપી દીધો છે.(૨૧.૧૨)

 

(11:54 am IST)