Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

તમે હરવા-ફરવાના શોખીન છો? તો આ શોખથી બનાવો કેરીયર

સામાન્ય રીતે કહેવામાં આવે છે કે કેરીયર બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. પરંતુ, દરેક વ્યકિતની શોખની પ્રવૃત્તિ અલગ-અલગ હોય છે અને બધાએ પોતાના કેરીયરની પસંદગી તેને અનુરૂપ જ કરવી જોઈએ. જો તમને હરવુ-ફરવુ પસંદ છે તો તમે ટ્રાવેલ અને ટૂરીઝમના ક્ષેત્રમાં તમારૂ કેરીયર બનાવવાની સંભાવનાઓ જોઈ શકો છો.

જો તમે આ ક્ષેત્રમાં કેરીયર બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો પહેલા તમે તમારી સ્કિલને નિખારો. સારૂ રહેશે કે અંગ્રેજી ભાષાની સાથે અલગ-અલગ વિદેશી ભાષાઓ પર પણ તમારી સારી એવી પકડ હોય. આ ઉપરાંત તમને ટ્રાવેલ, જીયોગ્રાફી, ઈતિહાસ, કલ્ચર, આર્કિટેકચર, વગેરેનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. આ ક્ષેત્રમાં કેરીયર બનાવવા માટે તમે ૧૨મા ધોરણ બાદ આ ફિલ્ડમાં૩ વર્ષની ડીગ્રી કરી શકો છો. આ ઉપરાંત આ ફિલ્ડમાં ૬ મહિનાનો સર્ટીફિકેટ કોર્ષ અને ૧ વર્ષનો પીજી ડીપ્લોમા પણ કરી શકાય છે. આવા ઘણા ઈન્સ્ટીટ્યુટ્સ છે જે ટૂરીઝમ એન્ડ ટ્રાવેલમાં કોર્ષ ઓફર કરે છે. તમે ત્યાં એડમીશન લઈ શકો છો.

 ઈન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટૂરીઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, નવી દિલ્હી

 ગાર્ડન સીટી કોલેજ, બેંગ્લોર

 ઈન્સ્ટીટ્યુટ ઓફ લોજીસ્ટીકસ એન્ડ એવિએશન મેનેજમેન્ટ, મુંબઈ

 એકેડમી ઓફ બિઝનેશ મેનેજમેન્ટ, ટૂરીઝમ એન્ડ રીસર્ચ, બેંગ્લોર

(11:44 am IST)