Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મુસાફર ફલાઈટ ચૂકી જશે તો એર લાઈન્સ કંપનીને ૨૦ હજારનો દંડઃ સામે કંપનીનો ધોકોઃ તો ભાડા વધશે !!

નવી દિલ્હી, તા. ૨૦ :. કેન્દ્ર સરકારનું ઉડયન ખાતુ એવો નિયમ લાવી રહી છે કે કોઈપણ મુસાફર પ્લેન લેઈટ થવાને કારણે બીજી ફલાઈટ ચૂકી જાય તો વિમાન કંપનીએ મુસાફરને ૨૦ હજાર ચૂકવવા પડશે.

આની સામે એરલાઈન્સ કંપનીઓએ ધોકો પછાડયો છે કે, જો આ કાનૂન-નિયમ આવ્યો તો ડોમેસ્ટીક ફલાઈટના ભાડામાં વધારો ઝીંકી દેવાશે.

જો કે ધ ફેડરેશન ઓફ ઈન્ડીયન એરલાઈન્સે લખ્યુ છે કે, આ નિયમ-દંડ તો પ્રારંભથી જ મુસાફરોના હિતોની રક્ષા કરવા માટે અમલમાં જ છે.

બીજા નિયમમાં કોઈ પણ એરલાઈન્સ કંપની તેના મુસાફરને જબરદસ્તીથી બોર્ડીંગ દેવાની મનાઈ કરશે તો ૫ હજારનો દંડ ફટકારાશે. આવુ ઘણીવાર બને છે, ખાસ કરીને ઓવર બુકીંગ સમયે કેટલીક કંપનીઓ બોર્ડ પાસ નથી ઈસ્યુ કરતી.

(11:20 am IST)